તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘14 દિવસના બદલે 20 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહીશ’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસવીપી હોસ્પિટલમાં 10 દિવસ કોરોનાની સારવાર લીધા બાદ દંપતીને ડિસ્ચાર્જ કરાયા હતા. લાલ દરવાજામાં રહેતા સૈયદ ફિદાહુસૈન શેખે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું અને મારી પત્ની કોરોનામુક્ત થયા છીએ. હોસ્પિટલનાં સ્ટાફે ઘરનાં સભ્ય જેવી સંભાળ લીધી જ્યારે અમે લાલ દરવાજા ખાતેનાં અમારા ઘરે ફર્યા ત્યારે જાણે ઇદ હોય તેમ લોકો એકઠાં થઇને અમારું સ્વાગત કર્યું હતું. એસવીપી હોસ્પિટલમાં હું 20 માર્ચે દાખલ થયો હતો અને મારો રિપોર્ટ નેગેટિવ આવતાં 30
માર્ચે બપોરે 2.00 વાગ્યે અમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે’.

બે દિવસની અંદર 15થી 20 ટકા રિકવરી થઇ

ડિસ્ચાર્જ થયેલા દંપતીમાંથી પતિએ કહ્યું

‘ડરવાની નહીં સાવચેતીની જરૂર’

સૈયદ ફિદાહુસૈને કહ્યું હતું કે, કોરોના થાય અને પછી હોસ્પિટલમાં સારવાર માટે ક્વોરન્ટાઇન રહેવા કરતાં કોરોનાનો ચેપ ન લાગે તે માટે ઘરમાં જ રહો. રાજ્યનાં આરોગ્ય વિભાગ અને સરકારનાં સૂચનોનું પાલન કરો. મને ડૉક્ટરોએ 14 દિવસ ક્વોરનન્ટાઇનમાં રહેવાનું કહ્યું છે પણ મેં 20 દિવસ સુધી ઘરની બહાર નહિ નીકળવાનું નક્કી કર્યું છે. હોસ્પિટલનાં ડોકટર્સ અને સ્ટાફની સારી સારવારને પગલે બે દિવસમાં મારી તબિયતમાં ફેર દેખાયો અને હું 15થી 20 ટકા રિકવરી થયો તેમ લાગ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...