BK સ્કૂલ દ્વારા ક્લાઉડ પર શરૂ કરાયા ‘ઓનલાઈન’ ક્લાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેજીમાં વિદ્યાર્થીઓ માટેના ડિજિટલ ક્લાસ શરૂ કરાયા

કોરોનાના કરણે કોલેજ બંધ હોવાથી જેજી કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના પ્રોફેસરો વિદ્યાર્થીઓ માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા લેક્ચર શરૂ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવી રહ્યા છે કેટલાક પ્રેક્ટિકલ સેશન પણ બતાવવામાં આવી રહ્યા છે. અમદાવાદની 80 ટકા કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટમાં હાલ ઓનલાઈન ક્લાસીસ દ્વારા કોરોનાને લીધે બાકી રહી ગયેલ સિલેબસ ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ડૉ. જય દેસાઈ ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે. જેઓ ક્લાઉડ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. જેમાં પ્રોફેસર સ્ટુડન્ટ્સ સાથે વીડિયો કોન્ફરન્સ કરી એસાઈનમેન્ટની PPT વોટ્સએપ પર મોકલે છે. આ રીતે વિદ્યાર્થીઓ તેમના ક્લાસ અટેન્ડ કરી રહ્યાં છે. આ વિશે જય દેસાઈએ કહ્યું કે, ‘વિદ્યાર્થીઓને બેન્કિંગ ઈન્સ્યોરન્સ, કોર્પોરેટ રીસ્ટ્રક્ચરીંગ, ઈન્વેસ્ટેમેન્ટ મેનેજમેન્ટ પર ભણાવવામાં આવી રહ્યા છે. ખાસ કરી પરીક્ષા અને પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે. એમબીએ પ્રોફેશલન કોર્સ હોવાથી રેગ્યુલર ક્લાસ જરૂરી છે. વિદ્યાર્થીઓ અભ્યાસક્રમને લગતી ક્વેરી ગમે ત્યારે પૂછી શકે છે.

_photocaption_લૉકડાઉનમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં સ્ટડી કરી શકે તે માટે હાલ ઓનલાઈન ક્લાસીસનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તસવીરમાં ઓનલાઈન ક્લાસ લઈ રહેલ પ્રોફેસર અને વિદ્યાર્થીઓ*photocaption*
અન્ય સમાચારો પણ છે...