તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News 39handycare39 Mobility Device With Steering For Easy Transport In Divisions 020034

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગોના ઈઝી ટ્રાન્સપોર્ટ માટે સ્ટિયરિંગ ધરાવતું ‘હેન્ડીકેર’ મોબિલિટી ડિવાઇસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિંગ અને એલ.જે. ઇન્સ્ટિયૂટ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં સુમંથ મુદલિયાર અને વિશ્રુત ભટ્ટે દિવ્યાંગો માટે ‘હેન્ડીકેર’નામનું મોબિલિટી ડિવાઇસ વિકસાવ્યું છે. દિવ્યાંગો મોટા ભાગે પૈડાંવાળા બોર્ડને હાથથી ઢસડાવીને ચલાવતાં હોય છે. જેના કારણે તેમનાં હાથ સતત જમીન ઉપર ઘસાય છે, હાથ ઉપર ફોલ્લીઓ પડે છે, ખભો ઉતરી જાય છે અને હાઇજીનના પ્રોબ્લેમ થાય છે. તો આ બાબતના સોલ્યુશ સ્વરૂપે એવું બોર્ડ ડિઝાઇન કર્યું જેમાં સ્ટિયરિંગ મૂકી શકાય. જેના લીધે વૂડન, મેટલ અને સ્ટિયરિંગ વાળું ‘હેન્ડીકેર’ મોબિલિટી ડિવાઈઝ અસ્તિત્વમાં આવ્યું. આ મોબિલિટી ડિવાઈઝ લાઈટવેઇટ છે અને ઇલેક્ટ્રિસિટી વગર ચાલે છે. આ ડિવાઇસ ને અપંગ માનવ મંડળમાં ટેસ્ટિંગ કરવામાટે 15 દિવસ રાખવામાં આવ્યું હતું. તેમના ફીડબેક બાદ કમ્ફર્ટ માટે તેમાં સ્ટિયરિંગ ઉપર હેન્ડ સપોર્ટ ગ્રીપ અને બેક સપોર્ટ જેવા ફેરફાર લાવવામાં આવ્યા હતા. .અત્યારે 200 ઉપરાંત ‘હેન્ડીકેર’ ડિવાઇસ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. જેમાં અપંગ માનવ મંડળ,અંધજન મંડળ,સૃષ્ટિ , જયપુર ફુટ, પાવનધામ અને અપંગ કન્યા શાળાનો સમાવેશ થાય છે. તેમના સ્ટાર્ટઅપ ‘વનસેપચ્યૂઅલ ટૅક્નૉલોજીસ’ હેઠળ તેઓ આ ડિવાઇસ આપે છે. ઉલ્લેખનીય છે કે આ બંને સ્ટુડન્ટ્સને ઇન્ફોસિસ દ્વારા યોજાયેલ આરોહણ સોશ્યિલ ઇનોવેશન એવોર્ડ્સ ખાતે સિલ્વર મેડલ અને 15 લાખ રૂપિયાનું ઇનામ મળેલ છે.

ડિવાઇસ ટેસ્ટિંગ કરી રહેલ અપંગ માનવ મંડળના સભ્ય

હાઇજીન સાચવી શકાય છે
દર્શિતા શાહ, ફરજ અધિકારી, અપંગ માનવ મંડળ

 ‘હેન્ડીકેર’ના કારણે હાઇજીન સાચવી શકાય છે. બેક સપોર્ટ જેવા એલિમેન્ટ્સના કારણે સાદા બોર્ડની જેમ સ્પાઇન અને ખભાના પ્રોબ્લેમ્સ ટાળી શકાય છે. અત્યારે અમારી પાસે 20 ‘હેન્ડીકેર’ ડિવાઇસ છે.

વૃદ્ધો માટે પણ આ ડિવાઇસ ઉપયોગી છે
વિશ્રૃત ભટ્ટ અને સુમંથ મુદલિયાર

 આ ડિવાઇસ બનાવવાનો આઈડિયા આવ્યો પછી અમે અપંગ માનવ મંડળ ગયા અને ત્યાં જઈને દિવ્યાંગોને પડતી તકલીફો વિશે વિસ્તારથી જાણ્યું. તેમની રોજિંદી જરૂરિયાતને અનુરૂપ આ બનાવાયું છે. આ ડિવાઇસ બનાવવામાં ખર્ચ ઓછો આવવાથી તે મોંઘુ પણ નથી.હજુ પણ ફીડબેક લઈને તેમાં અમે ફેરફાર લાવી રહ્યા છીએ. વૃદ્ધો દ્વારા પણ આ ડિવાઇસનો ઉપયોગ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો