તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 39half Glass Full Campaign39 At Railway Corporate Office To Prevent Waste 055024

પાણીનો બગાડ અટકાવવા માટે રેલવેની કોર્પોરેટ ઓફિસમાં ‘હાફ ગ્લાસ, ફુલ કેમ્પેઇન’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા દેશમાં પીવાના પાણીનો વ્યય અટકાવવા હાફ ગ્લાસ ફુલ કેમ્પેઈન શરૂ કરાયું છે. જેમાં એનએચએસઆરસીએલની કોર્પોરેટ ઓફિસમાં આવતા તમામ લોકોને પીવા માટે હાફ (અડધો) ગ્સાલ જ પાણી અપાશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ અભિયાનમાં જોડાવા અને ઘેર પણ તેનો અમલ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

સામાન્યરીતે ઘરે કે ઓફિસમાં આવતા કોઈ પણ મહેમાનને આખો ગ્લાસ ભરીને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેમાન અડધો ગ્લાસ પાણી પીને બાકીનું પાણી છોડી દે છે જે ફેંકી દેવું પડે છે. વધુમાં ગ્લાસ ધોવામાં પણ પાણીનો વ્યય થાય છે. પાણીના આ વ્યયને અટકાવવા માટે એનએચએસઆરસીએલની તમામ કોર્પોરેટ ઓફિસ તેમજ સાઈટ પર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...