‘પગાર નહિ મળે, થાય તે કરો’ દેવસ્ય સ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષિકાને ધમકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકાએ પોતાના પગારના પૈસા માગવા જતાં સ્કૂલના ટ્રસ્ટીએ પગાર નહીં મળે, તમારાથી થાય તે કરી લેવું, તેમ કહી ધમકી આપતા શિક્ષિકાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનનાં અને હાલ નવા નિકોલની સાશ્વત રેસિડન્સિમાં રહેતાં દેવી નેમચન્દ ભગવાનજી પટેલ (ઉ.વ.23)દેવસ્ય ઈન્ટર નેશનલ સ્કૂલ નિકોલ ખાતે શિક્ષિકા તરીકે નોકરી ફરજ બજાવતા હતા. ગત 31 જુલાઈએ સવારે દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલમાં મિટિંગ રાખવામાં આવી હતી. મિટિંગમાં સ્કૂલના પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર હાજર હતા તે દરમિયાન દેવી નેમચન્દે પોતાની સેલરીના નીકળતા પૈસા આપવા તથા અન્ય પેમેન્ટ અને આગાઉનો ચેક આપવાનું જણાવ્યું હતું. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી ગોગનભાઈ સગરે દેવી નેમચંન્દને નોકરીથી કાઢી નાખવાની વાત કરી હતી, જેથી દેવી નેમચન્દે આજીજી કરીને એક મહિનાની મુદત માગી નોકરી ચાલુ રાખી હતી. દેવી નેમચન્દ જુલાઈ મહિના બાદથી બાકી પગાર લેવા માટે પાંચ સપ્ટેમ્બરે ગોગનભાઈની ઓફિસમાં ગયાં હતાં. ગોગનભાઈએ દેવ નેમચન્દને જણાવ્યું હતું કે, તમારો પગાર તમને નહીં મળે તમારાથી જે થાય તે કરી લો. મારી પાસે રાજકારણ અને પૈસાનો પાવર છે,તમે મારું કંઈ બગાડી શકશો નહીં તમને તથા તમારા પરિવારને ગાયબ કરી નાખીશ અને તમને જાણ પણ નહીં થાય તેવી ધમકી આપી હતી,જેથી દેવીએ સ્કૂલના ટ્રસ્ટી ગોગનભાઈ વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...