તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 39bandh Is In Classical Music And Also With Discipline39 Padmashri Malini39s Avatar 020041

‘શાસ્ત્રીય સંગીતમાં બંધન છે અને સાથે અનુશાસન પણ’: પદ્મશ્રી માલિની અવસ્થી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદ્મશ્રી માલિની અવસ્થીએ સિટી ભાસ્કર માટેની ખાસ મુલાકાતમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાથે ફોક સંગીત અને ક્લાસિકલ સંગીત વચ્ચેનો ભેદ સમજાવ્યો અને એમ પણ કહ્યું કે, શા માટે લોકો શાસ્ત્રીય સંગીત સાથે સહજતાથી કનેક્ટ નથી કરી શકતા? પ્રસ્તુત છે સપ્તકની 12મી રાત્રિએ ફોક ગાયન માટે આવેલા માલિની અવસ્થી સાથે વિષ્ણુ પંડ્યાની રસપ્રદ વાતચીત...

‘ફોક સંગીત છે તે એક મૂળ છે, તે સંસ્કૃતિમાં વણાઈ ગયું હોય છે.’
પદ્મશ્રી માલિની અવસ્થી સાથે વાત વિહારે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા

વે લકમ ટુ અમદાવાદ માલિનીજી. અત્યાર સુધી તમારી આ શહેરની સફર કેવી રહી છે? ઈન્દર રેસિડેન્સીના લોન્જમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા માલિની અવસ્થીને સોફા પર બેસવાનું આમંત્રણ આપતાં સંવાદની શરૂઆત કરે છે.

ખાણીપીણી અને ધંધા રોજગારથી લાઈવ તમારા શહેરમાં વારંવાર આવવું ગમે છે મને પંડ્યાજી. ગયા વર્ષે સપ્તક સંગીત સમારોહમાં પરફોર્મ કરવા આવી હતી. આ વખતે પણ મને આમંત્રણ મળ્યું છે. જો કે પહેલાનું અમદાવાદ અને આજના અમદાવાદમાં આસમાન-જમીનનો તફાવત છે. હવે તો કલાક્ષેત્રે પણ આ શહેરે ઘણી નામના મેળવી છે.’

‘તમે ફોક સિંગર તરીકે ભારતમાં જાણીતા છો કેવી રીતે આ ક્ષેત્રમાં પ્રવેશ્યાં? વિષ્ણુ પંડ્યાના સવાલનો જવાબ આપતાં માલિની અવસ્થી કહે છે,

‘હું 5 વર્ષની હતી ત્યારે મેં સિધ્ધેશ્વરીની રચના ‘સુરજ મુખ ન જૈબે ના જૈબે હાય રામ બિંદીયા કા રંગ ઉડા જાયે...’ લલકારતી હતી. પછી તો પરિવારજનોને લાગ્યું કે, આ છોરી કંઈક અલગ કરશે અને પછી ક્લાસિકલ સંગીત શીખવાનો પણ મેં પ્રારંભ કર્યો. અમારે ત્યાં યુપીમાં ત્યારે ઢોલકથી ભણવા તરફની જર્નિ શરૂ થઈ ગઈ હતી પણ હું મક્કમ હતી અને ક્લાસિકલમાં આગળ વધવાનું નક્કી કરી ચૂકી હતી.’

વાત આગળ વધારતાં વિષ્ણુ પંડ્યા કરે છે, ‘તમને શું લાગે છે ફોંકના ભવિષ્ય વિશેω

જુઓ આ તો જીવનશૈલી છે આપણી તેમ કહેતાં માલિની અવસ્થી કહે છે, ‘પહેલાં અમારા પરિવારમાં સંતાન ભણવામાં પ્રથમ આવે તો ચૌપાલમાં પેટ્રોમેક્સ સળગાવીને ફોક ગીતો ગવાતાં. હવે આજે પાર્ટી અપાય છે હોટેલમાં અને ખાઈ પીને બધા છૂટા પડે છે. તેમાં જે ખરો આનંદ આવવો જોઈએ તે ગાયબ છે.’

માલિનીજી તમને અંતિમ સવાલ:ફોક સંગીત અને શાસ્ત્રીય સંગીતના ભેદ વિશે તમારો મતωવિષણું પંડ્યા કહે છે,

જવાબ આપતાં માલિની અવસ્થી કહે છે, ‘ફોક સંગીત છે તે એક મૂળ છે. તે પ્રદેશે-પ્રદેશે સંસ્કૃતિમાં વણાઈ ગયું હોય છે. દિકરી સાસરે જાય, દિયર, જેઠ, સાસુ અને પતિ ઉપરના કેટલાક ગીતો હોય છે. જે રોજબરોજની લાઈફમાં વણાઈ ગયા હોય છે. તે સંસ્કૃતિનો એક ભાગ છે. જ્યારે શાસ્ત્રીય સંગીતમાં બંધન છે અને સાથે અનુશાસન પણ. જ્યાં બંધન અને અનુશાસન હોય ત્યાં લોકો સહજતાથી કનેક્ટ થતાં નથી. આ કારણે જ આપણે ત્યાં ક્લાસિકલ સંગીત જાણનારો અને સમજનારો વર્ગ ઓછો છે.’

સંવાદ પૂર્ણ થતાં જ વિષ્ણુ પંડ્યા માલિની અવસ્થી પાસેથી રજા લે છે અને ફરી ફરીને અમદાવાદ આવવાનું આમંત્રણ પણ આપે છે.

અહેવાલ ઃ પુનિત ઉપાધ્યાય

માલિની અવસ્થી વિશે
પદ્મશ્રી માલિની અવસ્થી (52 વર્ષિય) મૂળ કનૌજ (યુપી)ના છે અને અવધી, બુંદેલી ભાષા અને ભોજપુરીમાં ગાય છે. ઠુમરી ગાયિકા સ્વ.ગિરજા દેવીના તેઓ શિષ્યા રહી ચૂક્યા છે. ઈલેક્શન કમિશન અવાર-નવાર ઉત્તર પ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની પસંદગી કરે છે.

અન્ય સમાચારો પણ છે...