તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતરિયાળ વિસ્તારો માટે 30 નવી 108 એમ્બુલન્સ મુકાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોને ઝડપી મેડિકલ સારવાર પૂરી પાડવા માટે 30 જેટલી વધુ 108 એમ્બુલન્સનું સોમવારે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. રાજ્યમાં હાલ 587 જેટલી 108 એમ્બુલન્સ કાર્યરત છે, જેમાંથી 261 એમ્બુલન્સ બદલવાની સાથે નવી 63 એમ્બુલન્સનો ઉમેરો કરાશે, જેને કારણે 324 નવી એમ્બુલન્સ વાન ખરીદાશે. આગામી સમયમાં રાજ્યભરમાં 650 એમ્બુલન્સ વાન કાર્યરત કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાર્યરત 108ની સેવા દ્વારા અત્યાર સુધીમાં 95 લાખથી વધુ અકસ્માતમાં ઘાયલ અને બીમાર લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે, જેમાં 33 લાખથી વધુ પ્રસૂતિના કેસનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...