તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 દિવસમાં 3 આર્ટિસ્ટે અમદાવાદની હેરિટેજ જગ્યાઓને રિપ્રેઝન્ટ કરી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીનાં ફેશનનાં ડિઝાઈનર કલ્પના થારવાણી દ્વારા હેરીટેજ સિટી અમદાવાદને ચણિયાચોળીમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 1411સ્ટિચનાં ફેશન ડિઝાઈનરે ‘આઈ લવ અમદાવાદ સિટી’ની થીમ પર ચણિયા ચોળી ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ ચણિયાચોળીમાં અમદાવાદનું કલ્ચર અને હેરિટેજને રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. ડિઝાઈનર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે,‘વાઈટ શેડનાં ચણિયામાં હેન્ડપેઈન્ટ કરવામાં આવ્યું છે. આ આઉટફિટ 7 દિવસમાં 3 આર્ટિસ્ટ દ્વારા પેઈન્ટ કરવામાં આવ્યું છે. નવરાત્રિ ફક્ત એવો તહેવાર છે જેમાં આઉટફિટની મદદથી અમદાવાદનાં કલચરને રિપ્રેઝન્ટ કરી શકાય છે. ઓર્ગેનિક ફ્લેક્સ કોટન મટિરીયલમાં આક્રેલિક કલરથી તૈયાર કરેલા આઉટફિટમાં કલચર હેરિટેજ, રિચ આર્ટિટેચર વેલ્યુ, વાઈબ્રેન્સીને આવરી લેવામાં આવ્યું છે.’

પેઈન્ટ કરવામાં આવેલી શહેરની જગ્યાઓ
આ આઉટફિટમાં સાબરમતી નદી ખાતે આવેલા પતંગ હોટલ, ઓલ્ડ અને ન્યુ સિટીને જોડતો એલિસબ્રિજ, ગાંધીજીનો નિવાસસ્થાન સાબરમતી આશ્રમ, ડ્રાઈવ ઇન રોડ પર આવેલું ટીવી ટાવર, ભદ્ર ફોર્ટ પર જાણીતા ત્રણ દરવાજા સિવાય સિદ્ધી સૈયદની જાળી અને સાબરમતી રિવરફ્રન્ટ સાથે ગ્રીન સિટીના સંદેશોને પણ આવરી લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...