તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરના 244 કર્મીની અટકાયત, તમામે વધારાનો ચાર્જ છોડી દીધો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોની સિનિયોરીટી પ્રમાણે પ્રમોશન અને કામના નિશ્ચિત કલાકની માંગ મુદ્દે રવિવારે સબ ઓફિસરની પરીક્ષાનો ફાયરના 244 જવાનોએ બહિષ્કાર કરતા તેમની ગુજરાત યુનિ. પોલીસે અટકાયત કરી હતી. પોલીસે છોડ્યા બાદ ફાયરના શહેરભરના જવાનોએ તેમને આપેલા વધારાનો ચાર્જ છોડી દીધો હતો. મોટાભાગની સિનિયર પોસ્ટ ખાલી છે અને તે જગ્યા પર જુનિયર કક્ષાના જવાનોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

સિિનયોરિટીથી પ્રમોશનની માંગ સાથે નોકર મંડળ પ્રમુખની બીજે દિવસે પણ ભૂખ હડતાળ
ચાર્જ છોડાતા ફાયર સ્ટેશનોની વહિવટી કામગીરી ખોરવાશે ઉપરાંત હેડ ડ્રાઇવર નહીં રહેતા વીઆઈપી બંદોબસ્તમાં ફાયરની તહેનાતીનો પ્રશ્ન ઉભો થયો છે.

ફાયરના જવાનોનું કહેવું છે કે, નોકર મંડળના પ્રમુખ દેવકરણભાઇ 48 કલાકથી ભૂખ હડતાળ પર છે. આમ છતાં મહાનગર પાલિકના એક પણ સિનિયર અધિકારી તેમને મળવા આવ્યાં નથી. અમારી માંગ છે કે, સિલેક્શન કરતા સિનિયોરીટી પ્રમાણે પ્રમશોન આપવા જોઇએ. ઉપરાંત દેશના તમામ શહેરોમાં ફાયર બ્રિગેડના જવાનો માટે 8 કલાકની નોકરીનો સમય નક્કી કરાયો છે. માત્ર અમદાવાદમાં જ 24 કલાક નોકરી લેવામાં આવે છે.

રવિવારે ફાયર બ્રિગેડના 244 જવાનોએ સબ ઓફિસરની પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. હોબાળો થતાં યુનિવર્સિટી પોલીસે તમામને ડિટેઇન કર્યા હતા. પોલીસે ફાયરના જવાનોને ડિટેઇન કર્યા ત્યારે શહેરના તમામ 18 ફાયર સ્ટેશનમાં જવાનોની હાજરી ગણતરીની જ રહી હતી. ફાયરના જવાનોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતા કહ્યું હતું કે, ડિટેઇન કર્યા ત્યારે કોઇ મોટી ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ?

રવિવારે સાંજે 7 વાગ્યે શહેરભરના ફાયર બ્રિગેડના જવાનોએ તેમને આપેલો વધારાનો ચાર્જ છોડી દઇ કંટ્રોલ રૂમમાં એન્ટ્રી કરાવી હતી. હવેથી ફાયરના જવાનો તેમની નક્કી જગ્યા પર જ કામગીરી કરશે વધારાનું કામ નહીં કરે.

એ બધું જે તમે જાણવા માંગો છો| આગ કે ઈમરજન્સી કામગીરી નહીં ખોરવાય
વધારાનો ચાર્જ છોડતાં ક્લેરિકલ કામ અટકશે

સવાલ : જવાનોએ વધારાનો ચાર્જ છોડતા શું અસર થશે?

જવાબ:
ક્લેરીકલ કામ અટકી જશે. સિનિયર જમાદાર બે વખત રોલકોલ લેતા હતા. રજાની આપ-લે અને ચોપડા મેઇન્ટનન્સ ઉપરાંત વાહન અને ઇક્વિપમેન્ટના કામ અટકી જશે.

ડિપાર્ટમેન્ટ આ જગ્યાઓ માટે શું કરશે?

હાલ પેરા ડ્યૂટી પર રહેલા લોકોને ચાર્જ આપીને કામગીરી લેવાશે.

આગ સહિતની ઇમરજન્સી ઘટનાઓની કામગીરીમાં અડચણ સર્જાશે?

ના, આવી કોઈ શક્યતા નથી. ઈમરજન્સી કામગીરી તો ચાલુ જ રહેશે.

(ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તૂર સાથે થયેલી વાતચીતને આધારે.)

ફાયર બ્રિગેડમાં 10 ટકાથી વધુ જગ્યા ખાલી છે
ઈમરજન્સી સેવા હોવાથી ફાયરકર્મીઓને ડિટેઈન કરીને 15 મિનિટમાં છોડી દીધા હતા
ફાયર બ્રિગેડના જવાનોની યુનિવર્સિટી કે.એસ.બિઝનેસ સ્કૂલમાં પરીક્ષા હતી. જો કે તે સ્કૂલમાં બીજી પરીક્ષા પણ ચાલુ હતી. તેમ છતાં જવાનોએ પરીક્ષા કેન્દ્રની બહાર ઊભા રહીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અન્ય પરીક્ષાર્થીઓ હેરાન થઇ રહ્યા હતા. જેથી તેમને ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. પરંતુ ફાયર બ્રિગેડના જવાનો ઈમરજન્સી સેવામાં આવતા હોવાથી તેમને 15 મિનિટમાં છોડી મૂક્યા હતા. એચ.બી. પટેલ, યુનિવર્સિટી પીઆઈ

ફાઈલ ફોટો

કઇ પોસ્ટ કુલ જગ્યા ખાલી જગ્યા

ડે.ચીફ ઓફિસર 04 01

ડિવિઝનલ ઓફિસર 04 04

સ્ટેશન ઓફિસર 18 18

સબ ઓફિસર 21 21

જમાદાર 54 53

ડ્રાઇવર 159 60

ફાયર મેન 308 37

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો