તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News 2 Youths Hit The Police While They Were Not Wearing A Seat Belt 055014

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી રોકતા 2 યુવકે પોલીસને ફટકાર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારચાલકે સીટ બેલ્ટ પહેર્યો ન હોવા ઉપરાંત એચએસઆરપી નંબર પ્લેટ પણ ન હોવાથી બાપુનગરમાં ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો હતો. કારમાંથી ઉતરેલા બે યુવકે પોલીસ જવાને ગાળો આપી તેની સાથે મારામારી કરી હતી. આ અંગે બાપુનગર પોલીસે બન્ને યુવકની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ચંદુસિંહ બાપુનગર દિનેશ ચેમ્બર્સ નજીક ફરજ પર હતા. આ દરમિયાન ત્યાંથી કાર પસાર થઇ હતી. કારમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવેલી ન હતી તથા ડ્રાઇવરે સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો. જેના કારણે રાજેન્દ્રસિંહે કાર રોકી સાઇડમાં ઊભી રાખવી હતી. કાર ઊભી રહી હતી અને અંદરથી બે શખ્સો બહાર આવી પોલીસ પર ગુસ્સે થઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. પોલીસે ગાળો બોલવા ના પાડતા બે શખ્સો ઉશ્કેરાયા હતા અને કોન્સ્ટેબલનો કોલર પકડી લાફા મારવા લાગ્યો હતો. જેના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન લોકોએ યુવકને દૂર કરતાં રાજેન્દ્રસિંહે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બાપુનગર પોલીસ ઘટનાસ્થળ પર આવી હતી અને હુમલો કરનાર શખ્સોને લઇ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંન્ને યુવકોની પુછપરછ કરતા એકે પોતાનું નામ યુવરાજસિંહ કપિલદેવ જાટ અને ડ્રાઇવિંગ કરનાર શખ્સે પરમિન્દ્રસિંગ બલજિતસિંગ ઓઝારા(બનન્ને રહે. સૈજપુર) જણાવ્યું હતું. પોલીસે બન્ને યુવકની પોલીસ કામગીરીમાં દખલગીરી કરવાના ગુનો હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો