તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CS એક્ઝિક્યુટિવમાં 1.92, પ્રોફેશનલમાં 5 ટકા પરિણામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

કંપની સેક્રેટરીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર, 2018માં લીધેલી સીએસ એક્ઝિક્યુટિવ પરીક્ષાનું અમદાવાદ સેન્ટરનું 1.92 ટકા, પ્રોફેશનલ પરીક્ષાનું 5 ટકા, જ્યારે ફાઉન્ડેશન પ્રોગ્રામનું 61.5 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગત જૂનમાં લેવાયેલી સીએસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાના 3.63 ટકા પરિણામની તુલનાએ આ પરિણામ 1.71 ટકા ઓછું આવ્યું છે. જ્યારે જૂનમાં લેવાયેલી સીએસ પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાના 5.37 ટકા પરિણામની તુલનાએ આ પરિણામ 0.37 ટકા ઓછું છે. ફાઉન્ડેશન પ્રોગ્રામ પરીક્ષાના 61.5 ટકા પરિણામ અગાઉના પરિણામની તુલનાએ 2 ટકાનો વધારો થયો છે.

ઓલ ઇન્ડિયા રેન્કમાં શહેરની 3 વિદ્યાર્થિની
પ્રોફેશનલ પ્રોગ્રામમાં અમદાવાદની ધ્વનિ પ્રજાપતિને ઓલ ઇન્ડિયા લેવલે 12મો રેન્ક અને દૃષ્ટિ ક્ષત્રિયને 21મો રેન્ક આવ્યો છે. જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના રિઝલ્ટમાં સલોની કામરાને ઓલ ઇન્ડિયા લેવલે 12મો રેન્ક આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો