તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખારાઘોડાના રણની તંબુ શાળામાં અંતે 16 ટેન્ટ રિપેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ખારાઘોડાના રણમાં 44 ડિગ્રીમાં 400 બાળકો ફાટેલા તંબુની શાળામાં અભ્યાસ કરતા હોવાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલની હાઇકોર્ટે સુઓમોટો રિટ લીધી હતી. ગુરુવારે રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી કે, અમે 16 ટેન્ટ રિપેર કર્યા છે.

‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે હાઇકોર્ટે સુઓમોટો રિટ લીધી હતી
ખારાઘોડા અને ઝીંઝુવાડાનાં રણમાં અગરિયાઓનાં બાળકો માટેની તંબુ શાળાના તંબુનું કપડું ફાટી જતાં બાળકો 44 ડિગ્રી ગરમીમાં ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. વાવાઝોડાને કારણે ફાટી ગયેલા તંબુને રિપેર થયા નથી.

આ અહેવાલ બાદ કાર્યકારી ચીફ જસ્ટિસની ખંડપીઠે મામલાને સુઓમોટો રિટ લઇ સરકારને નોટિસ પાઠવી હતી. રાજ્ય સરકારે દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તમામ 16 શાળાઓના તંબુ દુરસ્ત કરી દેવાયા છે. સાથે અગરિયાઓનાં બાળકો માટે સુરેન્દ્રનગરમાં હોસ્ટેલની સુવિધા છે.

સરકારના દાવાની તપાસ કરવા સૂચના
આ કેસમાં હાઇકોર્ટે એમીકસક્યુરી (કોર્ટમિત્ર) જી.એમ. જોષીને આ વિસ્તારમાં જઇ સરકારે કરેલા દાવાની ચકાસણી કરવા કહ્યું હતું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી 16મી એપ્રિલ પર મુલતવી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...