• Gujarati News
  • National
  • Ahmedabad News 140 Exits Were Caught In A Breakdown In A Lockdown In The Eastern Area 055042

પૂર્વ વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરી બહાર નીકળેલા 140 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં હાલ કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા ચાર કરતા વધારે માણસો ભેગા નહીં થવા દેવાનો આદેશ તથા 21 દિવસનું લોકડાઉન કરવાનો આદેશ આપવા છતાં હજુ પણ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવી કોરોનાનો ભય ન
રાખીને જાહેરનામાનો ભંગ કરતા હોય છે. આવા લોકોને પકડવા માટે પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે પૂર્વ વિસ્તારમાં પોલીસે રસ્તા જાહેર નામાનો ભંગ કરનાર 140 લોકોને પકડી તેમના વિરુદ્ધમાં
ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે.

હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, તથા 21 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તથા રોજ બરોજ જાહેરનામાના ભંગ કરનાર લોકો સામે કાયદાકીય પગલા લેવામાં આવે છે,તેની જાણ હોવા છતાં લોકો જાહેરનામાનો ભંગ કરીને રસ્તે ઉતરી આવે છે.

જેથી આવા લોકોને પકડવા માટે પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરતી હતી, ત્યારે શાહીબાગ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરી રસ્તે ઉતરી આવેલા 21 લોકો સહીત અલગ અલગ વિસ્તારમાંથી કુલ 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આ તમામ લોકોના વિરુદ્ધમાં જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી અટકાયત કરી છે. તથા બીજા લોકોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે ઘરની બહાર ના નિકળો અને જાહેરનામાનું પાલન કરો જેથી કોરોના બીમારીથી બચી શકો.

વિવિધ વિસ્તારોમાં પોલીસ લોકોને સમજાવી ઘરમાં રહેવા અનુરોધ કરે છે, સૌથી વધુ શાહીબાગમાંથી 21 અને સરદારનગરમાંથી 16 ઝડપાયા

જાહેરનામું અમલમાં હોવા છતાં લોકો પાલન નહીં કરી ટોળે વળ્યા હતા

આટલા પકડાયા

શાહીબાગ21

સરદારનગર16

રામોલ13

નિકોલ15

નરોડા, મેઘાણીનગર7

બાપુનગર17

ખોખરા10

એરપોર્ટ10

દાણીલીમડા8

ક્રૃષ્ણનગર6

અમરાઈવાડી5

રખિયાલ3

ગોમતીપુર2
અન્ય સમાચારો પણ છે...