તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 1300 Teachers Protested Against The Duty To Attend The Kite Festival 020200

1300 શિક્ષકને પતંગ મહોત્સવમાં હાજર રહેવા ફરજ પડાતાં વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવમાં અમદાવાદ જિલ્લાની સરકારી સ્કૂલના 1300 શિક્ષકને પતંગ મહોત્સવમાં હાજર રહેવા ફરજ પડાઇ હતી.

શિક્ષણ વિભાગની જાહેરાત બાદ શિક્ષકોએ વિરોધ કરતા સ્કૂલ કાર્યરત હશે ત્યારે શિક્ષકોને રજા આપવાની ખાતરી અપાઈ હતી. શિક્ષકો પોતાની અનુકૂળતાએ રજા લઇ શકશે તેવું કહેતા શિક્ષકોએ કહ્યું હતું કે અગાઉ વૌઠાના મેળામાં જવાબદારી સોંપાઇ હતી ત્યારે પણ વિરોધના સૂર ઊઠ્યા હતાં.

દરમિયાન પતંગ મહોત્સવમાં વિદ્યાર્થીઓ સવારના છ વાગેે આવ્યા હતાં. જો કે મુખ્યમંત્રી સવારના 9.30 વાગ્યાની આસપાસ આવ્યા હતાં. કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવે તે પહેલા ઘણા શિક્ષકો હાજરી આપીને રવાના થઇ ગયા હતાં. કેટલાક શિક્ષકોને અંદર પ્રવેશ નહીં આપતા નારાજ થઇ ગયા હતાં. કેટલાકને બે કલાક સુધી બહાર બેસાડી રાખ્યા હતાં. જેથી શિક્ષકોમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ હતી.

વિકાસનો પતંગ નવી ઊંચાઈએ: રૂપાણી

ગાંધીનગર
| વાઈબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતના વિકાસના પતંગે વિશ્વનભમાં નવી ઊંચાઇ સર કરી છે. પતંગ મહોત્સવમાં 45 દેશના 151 પતંગબાજ, 13 રાજ્ય અને ગુજરાતના 19 શહેરના 500 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પરેડ-માર્ચ યોજાઇ હતી. સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ‘ એક ભારત-શ્રેષ્ઠ ભારત ’ની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...