વલ્લભધામ હવેલીમાં 17મી ફેબ્રુઆરીએ 11મો પાટોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મણિનગરમાં શ્રી વલ્લભધામ હવેલીમાં 11મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. સત્સંગ શિક્ષણ સંસ્કારનું ત્રિવેણી ધામ એટલે વલ્લભધામનો પાટોત્સવ 17 ફેબ્રુઆરીએ તથા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી ગોસ્વામી શ્રી રાજેશકુમારજી મહારાજ (કડી) જન્મદિન મહોત્સવની ઉજવણી કરાશે.

18 ફેબ્રુઆરીએ વલ્લભધામ પાટોત્સવ પ્રસંગે નંદ મહોત્સવ પણ ઊજવાશે. આ દિવસે સાંજે 6 વાગે ભવ્ય કુન્ડવારા મનોરથના દર્શન થઈ શકશે.

પાટોત્સવ નિમિત્તે વલ્લભધામને રોશનીથી શણગારવામાં આવશે તથા મોટી સંખ્યામાં દીપક પ્રગટાવીને યજ્ઞ કરીને ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.

પૂજ્ય મહારાજના જન્મદિનની ઉજવણીમાં અનેક ધર્મગુરુઓ તથા સંતો, ઋષિકુમારો અને હજારો વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહેશે. પાટોત્સવની ઉજવણીમાં સવારે 10 વાગ્યે ગૌપૂજન, દાન સંકલ્પ કરાશે. ત્યાર બાદ શોભાયાત્રા નીકળશે. સવારે 11.30 વાગ્યે માર્કન્ડેય પૂજા વૈદિક વિધિ અને ત્યાર બાદ સમસ્ત વૈષ્ણવ મહાપ્રસાદ લેવડાવવામાં આવશે. સાંજે 5 વાગે ભવ્ય કીર્તન રસિયાગાન અને સાંજે 6 વાગે જન્મદિન સન્માન સમારોહ- ધર્મસભાનું આયોજન કરાયું છે.

18 ફેબ્રુઆરીએ નંદ મહોત્સવની ઉજવણી થશે

પાટોત્સવ નિમિત્તે વલ્લભધામને શણગારાશે

અન્ય સમાચારો પણ છે...