ધમકી / યુવાને CIDમાં ફરજ બજાવતા કલાસ-1 અધિકારીને બદનામ કરતા વ્હોટ્સએપ મેસેજ ફરતા કર્યા

Yuva circulated Whatsapp messages by defaming a class-1 officer who is serving in the CID
X
Yuva circulated Whatsapp messages by defaming a class-1 officer who is serving in the CID

  • બદનામ કરતી પત્રિકાઓ પણ વહેચવાની ધમકી આપી
  • CID અધિકારીએ સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવી 
     

DivyaBhaskar.com

Jan 12, 2019, 12:10 PM IST

અમદાવાદઃ રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના સેન્ટર ફોર એન્ટ્રોપિનરશીપ ડેવલપમેન્ટમાં ફરજ બજાવતા કલાસ-1 અધિકારીને બદનામ કરતો મેસેજ અને ફોટા વાઈરલ કરવામાં આવ્યા છે. અજાણી વ્યક્તિએ વોટ્સએપમાં બદનામી થયા તેવું લખાણ લખી અધિકારીની સોસાયટી અને મિત્ર વર્તુળના લોકોમાં મેસેજ ફરતા કર્યા હતા. ઉપરાંત તેની એક પત્રિકા બનાવી હોવાનો વિડીયો વાયરલ કરી તેને તમામ જગ્યાએ વહેંચી દેવાની ધમકી આપી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


 
1. વાયરલ મેસેજઃ કલિયુગનો છૂપો રાક્ષસ , ધ્યાનથી જુઓ આ બિભત્સ ચહેરાને...
વ્હોટ્સએપ ગૃપોમાં એવો મેસેજ વાયરલ થયો છે કે કલિયુગનો છૂપો રાક્ષસ , ધ્યાનથી જુઓ આ બિભત્સ ચહેરાને તેવું તેમજ નામ-સરનામું, મોબાઈલ નંબર, માતા-પિતાનું નામ નંબર લખેલું તેમજ એક ગરીબ છોકરી બાબતે અધિકારીના આક્ષેપવાળું લખાણ લખેલું છે.
 
2. બદનામ કરતી પત્રિકાનો વિડીયો બતાવ્યો
અધિકારીના મિત્રોએ જે નંબર પરથી વ્હોટ્સએપ આવ્યો તે નંબર પર મેસેજથી વાત કરતા અધિકારીને વાત કરવા જણાવ્યું હતું. બાદમાં અન્ય નંબર પરથી મેસેજ કરી પત્રિકા મળી ? ફેસબુક પર મૂકી કેટલા લાઈકસ મળે છે. તારા મૌન ની દસ સેકન્ડમાં જ આ મેસેજ એકથી વધુ વ્યક્તિને મળશે તેમ કહ્યું હતું. અજાણી વ્યક્તિ સાથે વ્હોટ્સએપ કોલથી વાત કરી ગેરસમજ દૂર કરવાનુ કહેવા છતાં તેણે જણાવ્યું હતું કે 300 લોકોને મેસેજ કર્યા છે 32400ના નંબર છે હજી તેમ કહી પત્રિકાનો ફોટો અને આ પત્રિકાનોની પ્રિન્ટ નીકળતી હોય તેવો વિડીયો પણ મોકલ્યો હતો.
 
3. સોસાયટીમાં અને બહેનના ઘરની આસપાસ પત્રિકાઓ વેચવા ધમકી આપી
પત્રિકાનો વિડીયો મોકલી આ પત્રિકાઓ તેના ઘરની આસપાસ, બહેનના ઘરની આસપાસ તેમજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પોલીસ કેસ થશે અને 10 વર્ષની સજા થશે તેવા ધમકી ભર્યા મેસેજ અધિકારી અને તેના માતાપિતાને મોકલ્યા હતા.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી