• Gujarati News
  • National
  • અડવાણીના અનુગામી શોધવા ભાજપની કવાયત, નામોની ચર્ચા | Who Will Replace Mp Lal Krishna Advani From Gandhinagar

અડવાણીના અનુગામી શોધવા ભાજપની કવાયત, નામોની ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ બીજેપીએ લોકસભા 2019ની ચૂંટણીમાં ફરીવાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવવા ભાજપે મહેનત શરૂ કરી દીધી છે. હાલ ભાજપ માટે અતિ મહત્વની એવી ગુજરાતના ગાંધીનગરની બેઠક પર લાલકૃષ્ણ અડવાણીના અનુગામી તરીકે કયો ઉમેદવાર મૂકવો તે અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી છે .

 

ગાંધીનગરથી કોને આપવી ટીકીટ?


અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ચાલી રહેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અડવાણીની બેઠક અંગેની ચર્ચા થઈ રહી છે. જેમાં અડવાણીના બદલે કેન્દ્રીય નેતાને ટિકિટ આપવી કે અડવાણીના પુત્ર કે પુત્રી કે ગુજરાતના સ્થાનિક આગેવાનને તેની ગડમથલ ચાલી રહી છે. આ ગંભીર ચર્ચાની સાથે પાર્લામેન્ટરી બોર્ડમાં આ મામલે સભ્યોની સેન્સ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 

(ગુજરાત ATSના SP અને શાહ વચ્ચે બેઠક, 30 મિનિટ ચાલી ચર્ચા)

 

અડવાણી 20 વર્ષથી ગાંધીનગરના સાંસદ

 
ગાંધીનગર લોકસભા બેઠક ભાજપ માટે અતિ મહત્વની એટલે છે કે, છેલ્લા 20 વર્ષથી અને સતત પાંચ ટર્મથી આ બેઠક પર ભાજપના સિનિયર નેતા એલ.કે.અડવાણી ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ હાલ તેમની ઉંમરને ધ્યાનમાં લેતા તેમના સ્થાને કોને ચૂંટણી લડાવવી તે ભાજપ માટે એક મુશ્કેલ પ્રશ્ન છે. 

 

 

આગળ જાણો ગાંધીનગર બેઠકને લઈ હાલ ચાલી રહેલી ચર્ચા અંગે વિસ્તાર પૂર્વક