તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ શહેરમાં પાંચ દિવસ હળવા વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: કેરળ અને અન્ય તટીય વિસ્તારો ઉપર અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાછોતરો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે રાજ્યનાં 11 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 4-5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગુરુવારે ભુજમાં સૌથી વધુ 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. 

 

ક્યાં કેટલી ગરમી

અમદાવાદ37.1
ભુજ40
ડીસા39.4
કંડલા એ.39.2
સુરેન્દ્રનગર39
રાજકોટ38.6
અમરેલી37.9
સુરત37.6
ઈડર37