નિર્ણયઃ જિલ્લા-તાલુકા પંચાયતોની બિનખેતી કરવાની સત્તા કલેક્ટરને સોંપાઈ, આજથી અમલ

divyabhaskar.com

Dec 08, 2018, 11:31 AM IST
શુક્રવારે જે ફાઇલ પર આખરી નિર્ણય લેવાયો હોય તે સિવાયની ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર કરવાની રહેશે
શુક્રવારે જે ફાઇલ પર આખરી નિર્ણય લેવાયો હોય તે સિવાયની ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર કરવાની રહેશે

* 20 જિલ્લા પંચાયત અને 146 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન

* રાજકીય રીતે નહીં ગેરરીતિની ફરિયાદો દૂર કરવા નિર્ણય લેવાયો હોવાનો સરકારનો દાવો

ગાંધીનગર: રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જમીન બિનખેતી કરવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન બનાવવાના કારણો આગળ ધરી બિનખેતીની પ્રક્રિયા અને મંજૂરીની સત્તા તાલુકા-જિલ્લા પંચાયતો પાસેથી આંચકી જિલ્લા કલેક્ટરોને સોંપી છે. જેનો આજથી અમલ શરૂ થયો છે. આ નિર્ણયને લઇ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે જિલ્લા-તાલુકા પંચાયતોમાં પરાજયથી નિરાશ થયેલી ભાજપ સરકાર પંચાયતી રાજના માળખાને તોડી સત્તાનું કેન્દ્રીકરણ કરવાની ભાજપ સરકારની માનસિકતા છે.

નિર્ણય પાછળ કોઇ રાજકીય હેતુ નથીઃ કૌશિક પટેલ

બીજી તરફ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે એવો દાવો કર્યો હતો કે, બિનખેતીના કેસોમાં ગેરરીતિ અને વિલંબની વ્યાપક ફરિયાદો હતી. જેને નિવારવા માટે અને કામગીરીમાં ઝડપ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ કોઇ રાજકીય હેતુ નથી. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોમાં એનએની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. આ પ્રક્રિયા ઝડપી, ન્યાયી અને પારદર્શક બનવાની સાથે અસરકારક લાગી હોવાથી રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

પંચાયતો પાસેથી ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર થશે

રાજ્ય સરકારે શુક્રવારે જ કલેક્ટર હસ્તક સત્તા સોંપવાના નિર્ણયનો અમલ શરૂ કર્યો છે. શુક્રવારે જે ફાઇલ પર આખરી નિર્ણય લેવાયો હોય તે સિવાયની ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર કરવાની રહેશે.

ત્રણ મહિનામાં બિનખેતીની 1863 અરજીઓનો નિકાલ

ઓગસ્ટથી ઓક્ટોબરના ત્રણ મહિનામાં બિનખેતી માટે 1863 ઓનલાઇન અરજીઓ મળી છે અને તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.

1963માં પંચાયતોને બિનખેતીની કામગીરી સોંપી હતી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવ્યા પછી પંચાયતોને સક્ષમ બનાવવાના ભાગરૂપે 1963માં પંચાયતોને બિનખેતીની કામગીરી સોંપી હતી.

X
શુક્રવારે જે ફાઇલ પર આખરી નિર્ણય લેવાયો હોય તે સિવાયની ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર કરવાની રહેશેશુક્રવારે જે ફાઇલ પર આખરી નિર્ણય લેવાયો હોય તે સિવાયની ફાઇલો કલેક્ટરને ટ્રાન્સફર કરવાની રહેશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી