Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Vijay rupani meeting with 15 finance commission president

CM રૂપાણીની 15માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ સાથે બેઠક

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 11:50 AM

ગુજરાતના નાણા વ્યવસ્થાપન અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી

  • Vijay rupani meeting with 15 finance commission president
    15માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ એન. કે. સિંધ અને સભ્યો સાથે મહાત્મા મંદીરમાં બેઠક યોજી હતી

    અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 15માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ એન. કે. સિંધ અને સભ્યો સાથે મહાત્મા મંદીરમાં બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના નાણા વ્યવસ્થાપન અને વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    ગુજરાત નેશનલ જીડીપીમાં 7.6 ટકા યોગદાન આપે છે

    તેમણે કહ્યું કે, દેશની જનસંખ્યાના 5 ટકા વસ્તી ધરાવતું ગુજરાત નેશનલ જીડીપીમાં 7.6 ટકા યોગદાન આપે છે. 2017-18 ના અહેવાલ અનુસાર ગુજરાત આંતરરાષ્ટ્રીય નિકાસમાં 17ટકા યોગદાન ધરાવે છે. ગુજરાતે માત્ર આર્થિક વિકાસ જ નહીં, સામાજિક સેવાઓના ક્ષેત્રે બાળ મૃત્યુદરમાં ઘટાડો, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય, પાણી પુરવઠા, વીજળી, રોડ નેટવર્કમાં પણ ઉલ્લેખનીય સિદ્ધિઓ મેળવી છે. 14માં નાણાંપંચની બધી જ ભલામણોનો ગુજરાતમાં અમે અમલ કર્યો છે, એમ પણ વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

    ફીઝીકલ ડેફિસિટ 2016-17માં ઘટીને 1.42 ટકા થઇ છે

    રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાની ફીઝીકલ ડેફિસિટ 2016-17માં ઘટીને 1.42 ટકા થઇ છે અને ગુજરાત રેવન્યુ સરપલ્સ સ્ટેટ છે. તેમણે રાજ્યોને પર્ફોર્મન્સ બેઇઝ્ડ પ્રોત્સાહન આપવાની બાબત પંચના માપદંડોમાં આવરી લેવાની હિમાયત કરતાં અનુરોધ કર્યો હતો કે, શહેરીકરણના વધતા વ્યાપ સામે શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિદ્યા અને નાગરિક સુખ, સુવિધા, વૃદ્ધિના કામોને પણ નાણાં પ્રોત્સાહનનો પંચના માપદંડોમાં સમાવેશ કરવો જોઈએ.

    તેમણે ઉમેર્યું હતું કે, નશાબંધીનો અમલ કરનારા રાજ્યોને આના પરિણામે થતી મહેસૂલી ખોટ ભરપાઈ કરવા નાણાં પ્રોત્સાહન આપવાની બાબત પણ પંચના માપદંડમાં સમાવિષ્ટ કરાય તો સમ્યક વિકાસની વિભાવના પાર પડશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યસચિવ જે. એન. સિંહ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ