તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટ ગુજરાત 2019/ શહેરીકરણની સ્થિતિ, પડકાર અને સમાધાન મેળવવા ચિંતન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત સેમિનારમાં ભવિષ્યના શહેરીકરણની ચર્ચા વિચારણા થશે - Divya Bhaskar
વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત સેમિનારમાં ભવિષ્યના શહેરીકરણની ચર્ચા વિચારણા થશે
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં “મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ” વિષય પર સેમિનાર યોજાશે 
  • શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા પણ ચિંતન કરાશે

* વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં “મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ” વિષય પર સેમિનાર યોજાશે 

* શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા પણ ચિંતન કરાશે

 

ગાંધીનગર/ અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતના શહેરોના વિકાસની ગાથા સાથે શહેરીકરણની ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવતીકાલની વ્યવસ્થા માટે આજે વિચારવાના અભિગમ સાથે તજજ્ઞો વિચાર વિમર્શ કરશે.

 

બીજા દિવસે ચર્ચા થશે


ગુજરાતમાં વધતા જતા શહેરીકરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને 'મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ' પર સેમિનાર અને લેક્ચર સિરીઝનું આયોજન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દ્રિતિય દિવસે કરાશે. શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરીએ આ સંદર્ભે વિગતો આપી હતી.


શહેરી વિકાસ સાથે આવનાર મુદ્દા


- ઝડપી વિકસતા શહેરોમાં વિકાસની તકોને જાણવી અને પડકારોની શોધી ઉકેલ લાવવા તજજ્ઞોનો વિચાર-વિમર્શ
-  શહેરોને વધારે રહેવાલાયક અને માણવાલાયક બનાવવા
- શહેરમાં સ્થળાંતરિત લોકોને યોગ્ય સુવિધાઓ પ્રાપ્તિ માટે હકારાત્મક અભિગમ અપનાવવો 
- શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા સમૂહ ચિંતન
-  અદ્યત્તન ટેક્નોલૉજીનો ઉપયોગ, પાર્કિંગની સમસ્યાનો ઉકેલ, વ્હિકલનું શેરિંગ, ઈલેક્ટ્રિક વ્હિકલના ઉપયોગ
- શહેરના પર્યાવરણને સ્વચ્છ બનાવી વધારે રહેવાલાયક બનાવી શકાશે
- નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતીમાં પણ વધારો થશે 


2011ના વસ્તી ગણતરી મુજબ સ્થિતિ


- રાજ્યના શહેરી વિકાસના 2011ના આંકડા પ્રમાણે 2.57 કરોડ શહેરી વસ્તી વધીને 2021માં 3.40 કરોડ થશે 
- દર વર્ષે વધારાના 1 મિલિયન લોકોને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પ્રદાન કરવી પડશે
- શહેરી આયોજન, વિકાસ, તમામને પોષાય તેવા આવાસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન,મલ્ટિ મોડલ પરિવહન વ્યવસ્થા
-  2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની કુલ વસ્તી 6.04 કરોડ, 2.57 કરોડ લોકો શહેરી વિસ્તારોમાં 
- ગુજરાતની અંદાજિત 43% વસ્તી શહેરો અને નાના નગરોમાં રહે છે
- રાજ્યનો વર્તમાન શહેરીકરણનો દર રાષ્ટ્રીય સરેરાશ 31.16% કરતાં ઘણો વધારે