સિક્યુરિટી / વાઇબ્રન્ટ સમિટને પગલે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત, 600 CCTV બાજનજર રાખશે, 5000 પોલીસ ખડેપગે રહેશે

vibrant Gujarat 2019 security tight monitoring from 600 cctvs,5000 policemen deputed, narendra modi to stay for 2 days in gujarat
X
vibrant Gujarat 2019 security tight monitoring from 600 cctvs,5000 policemen deputed, narendra modi to stay for 2 days in gujarat

  • અલગ-અલગ જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓને તબક્કાવાર બંદોબસ્ત પોઇન્ટ ફાળવાશે
  • 16 જાન્યુ. અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે

divyabhaskar.com

Jan 12, 2019, 12:49 PM IST

ગાંધીનગરઃ 18થી 20 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ મોદી અને વિવિધ દેશોના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત સરકારે પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ સોંપી છે. મહાત્મા મંદિરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ને લઈ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેથી 16 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાશે.

 

 

હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600 સીસીટીવી

1. મોનિટરિંગ સેલ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખશે

વીવીઆઈપીની સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા પોઇન્ટ જેવા કે રાજ ભવન, મહાત્મા મંદિર, એરપોર્ટથી ગાંધીનગરનો માર્ગ, આ જગ્યા ઉપર વિશેષ બંદોબસ્ત ઉપરાંત CCTV લગાવાયા છે. ખાસ કરી ગાંધીનગરના હેલિપેડ અને મંત્રી આવાસ વિસ્તારમાં 600થી વધુ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, જેથી મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધીની વીવીઆઈપીની અવરજવર ઉપર મોનિટરિંગ સેલ દ્વારા ખાસ રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી શકાશે.

2. ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરાશે

આ ઉપરાંત મહાત્મા મંદિરની આસપાસ ડ્રોન દ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે અને વાઇબ્રન્ટ સમિટના સ્થળ મહાત્મા મંદિરથી એરપોર્ટ સુધી લાવવા અને લઇ જવા માટે વિશેષ 5 પાઈલોટિંગ સેલ બનાવવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરાશે. 

 

માત્ર એટલું જ નહીં, દરેક પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોતાના મોબાઇલ પરથી જ તેમને ફાળવાયેલ અને તેના પોઇન્ટ અંગેની માહિતી આપવામાં આવશે. તેમજ અલગ-અલગ જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓને તબક્કાવાર બંદોબસ્ત પોઇન્ટ ફાળવવામાં આવશે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી