દુર્ઘટનાઓ / ગુજરાતમાં પતંગો સાથે 60ના ગળા પણ કપાયા, બે બાળકો સહિત 6ના મોત, 48 ધાબેથી પટકાયા

દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા
દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા
X
દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયાદાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા

divyabhaskar.com

Jan 15, 2019, 04:08 AM IST

અમદાવાદ: મકરસંક્રાન્ત નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલા પતંગોત્સવને પગલે રાજ્ય ભરમાં ગળા કપાવાના 60 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં દોરીના કારણે બે બાળકો સહિત 6 લોકોના મોત થયા છે.  રાજ્યમાં સૌથી વધુ અકસ્માતના અમદાવાદમાં 55 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુંલ અકસ્માતમાં ઇજા થવાના કુલ 784 કેસ નોંધાયા હતા. મહેસાણામાં પતંગની દોરીએ એક આઠ વર્ષના બાળકનો જીવ લીધો હતો. બાળકને ગળાના ભાગે દોરી વાગતા તેનું મોત થયું હતું.

 

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. ભાવનગરમાં એક પાંચ વર્ષિય બાળકીનું પતંગની દોરી વાગતા મોત નિપજ્યું હતું.

 

 

ડીસા અને મહેસાણામાં પતંગે બાળકોના જીવ લીધા

મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાયકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત થયું છે. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું છે.
 

ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તૈનાત કરાઈ છે. જેને પગલે ફર્સ્ટએડ, EMT(ઈમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ)ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી