નારાજગીઃ રૂપાણી-વાઘાણીની કામગીરીથી નારાજ ભાજપ કાર્યકરોની હાઈકમાન્ડ સુધી ફરિયાદ

ભાજપના કાર્યકરને પ્રજા વચ્ચે જવામાં અને પ્રજાને જવાબ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 03:21 PM
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણ
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણ

* સરકાર-સંગઠનના કારણે પ્રજા સાથે સીધું ઘર્ષણ થતું હોવાની કાર્યકરોની ફરીયાદ

અમદાવાદઃ મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની કામગીરીથી નારાજ કાર્યકરોએ તે અંગેની ફરિયાદ હાઈકમાન્ડ સુધી કરી હોવાનું બહાર આવ્યું છે.


કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામો ખુલતા કાર્યકરો નારાજ


છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર કૌભાંડો અને ગેરરીતિઓની અનેક ફરિયાદો બહાર આવી છે, જેમાં સીધી કે આડકતરી રીતે ભાજપના આગેવાનોના નામ બહાર આવે છે, ત્યારે ભાજપના કાર્યકરને પ્રજા વચ્ચે જવામાં અને પ્રજાને જવાબ આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે આ અંગે પ્રદેશ નેતાઓ સુધી ફરિયાદો અને રજૂઆતો કરી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં અંતે કેટલાક કાર્યકરોએ હાઈકમાન્ડ સુધી ફરિયાદ કરી સરકાર- સંગઠનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

(આંતરિક ખેંચતાણ/ ગુજરાતમાં મોદીએ મૂકેલી લીલીવાડી કોણે સૂકવી, આનંદીબેન, રૂપાણી કે વાઘાણીએ?)

પ્રજા વચ્ચે જવામાં પરેશાની છતાં કાર્યકરોને ફરજીયાત કામગીરી સોંપાય છે

રૂપાણી સરકાર દ્વારા છેલ્લા છ મહિનાથી સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં કાર્યકર્તાઓની પાંખી હાજરીને પગલે સંગઠન દ્વારા કાર્યકરોને ફરજીયાતપણે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવે છે. જેના કારણે કાર્યકરો પોતાનાં કામ-ધંધા છોડીને સરકારી કાર્યક્રમમાં સતત હાજર રહેવું પડે છે.

પીઢ કાર્યકરોને કોઈ સાંભળતું નથી

ભાજપના પીઢ કાર્યકરો સરકાર અને સંગઠનની કામગીરી અંગે પ્રદેશ નેતાઓ સમક્ષ રજૂઆત કરવા કે ફરીયાદ કરવા જાય છે ત્યારે ત્યાં કોઈ તેમની વાત સાંભળતું નથી. આ અંગે કેટલાક કાર્યકરોનું કહેવું છે કે, સંગઠન અને સરકાર ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેના કારણે સામાન્ય કાર્યકરનો અનાદર થઈ રહ્યો છે.

X
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App