હત્યા / બાવળામાં બે હત્યા મામલે ભારત રાઈસ મિલના માલિક સામે હત્યાનો ગુનો, 24 કલાકમાં કોઈની ધરપકડ નહીં

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:46 PM
જૂથ અથડામણમાં રણજીત ભરવાડ અને ભરત ભરવાડના મોત થયા હતાં
જૂથ અથડામણમાં રણજીત ભરવાડ અને ભરત ભરવાડના મોત થયા હતાં
X
જૂથ અથડામણમાં રણજીત ભરવાડ અને ભરત ભરવાડના મોત થયા હતાંજૂથ અથડામણમાં રણજીત ભરવાડ અને ભરત ભરવાડના મોત થયા હતાં

  • જમીન મામલે હસમુખ પટેલ અને મહેશ ભરવાડ વચ્ચે અવારનવાર તકરાર થતી

અમદાવાદઃ બાવળા-આદરોડા રોડ પર આવેલી જમીનનો કબજો લેવા બાબતે ગઈકાલે થયેલી જૂથ અથડામણમાં રણજીત ભરવાડ-ભરત ભરવાડના મોત નિપજ્યાં હતાં. આ મામલે બાવળા પોલીસે ભારત રાઈસ મિલના માલિક હસમુખ પટેલ સહિત 10 લોકો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે. આ બે હત્યાની ઘટનાને 24 કલાક વીતવા છતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી નથી.

(CMના પતંગની ફીરકી પત્નીના હાથમાં, રૂપાણીએ હરિફોના પતંગ કાપવા ખૂબ પેચ લડાવ્યા)

 

 

પોલીસ અંધારામાં, કેટલા રાઉન્ડ થયા તે તપાસનો વિષય

હસમુખ પટેલ સામે હત્યા અને રાયોટિંગનો ગુનો
1.આદરોડા રોડ પર આવેલી જમીન મામલે ભારત રાઈસ મિલના માલિક હસમુખ પટેલ અને મહેશ ભરવાડ વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. ગઈકાલે આ જ જમીન બાબતે હસમુખભાઈ પટેલ તેમના માણસો સાથે જમીન પર આવ્યા હતા અને તેઓ વચ્ચે બોલાચાલી અને મારમારી થઈ હતી. રિવોલ્વર અને નાળચા વાળી બંદૂકો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા બે લોકોના મોત થયા હતાં. આ મામલે હસમુખ પટેલ સહિતના લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. મુકુંદ પટેલે પણ ભરવાડ સમાજના લોકો સામે રાયોટિંગની ફરિયાદ કરી હતી. 
 
બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધવામાં 12 કલાક લગાડ્યા
2.આ ઘટના બપોરે બની હોવા છતાં પોલીસે રાત્રે એક વાગ્યે ગુનો નોંધ્યો હતો. બાવળા પોલીસને સૌ પહેલા ભારત રાઈસ મિલની જમીનમાં પણ પ્રવેશ બદલનો ગુનો નોંધવાની ઉતાવળ હોય તેમ પહેલા એ ગુના નોંધી પછી બીજી ફરિયાદ નોંધી હતી. 
 
પોલીસ તપાસ ચાલુ છે
3.બાવળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.યુ. બારડે જણાવ્યું હતું કે હજી સુધી એકપણ આરોપીની ધરપકડ નથી કરી. કેટલા રાઉન્ડ થયા તે તપાસનો વિષય છે. કેસની તપાસ ચાલુ છે
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App