ધરપકડ / અમદાવાદ: બાંગ્લાદેશીઓના નકલી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશી પકડાયા

DivyaBhaskar | Updated - Apr 16, 2019, 03:49 PM
two bangladeshi arrested by ahmedabad sog for fake aadhar car and passport

  • વટવા વિસ્તારમાં મકાનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવતા હતા
     


અમદાવાદ: વટવા વિસ્તારમાં નકલી આધાર કાર્ડ અને પાસપોર્ટ બનાવતા બે બાંગ્લાદેશીની અમદાવાદ એસઓજીની ટીમે ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી નકલી પાસપોર્ટ, આધારકાર્ડ, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

બાંગ્લાદેશીઓના નકલી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવી આપતાં હતાં

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી સૌકતપાર્ક સોસાયટીમાં નકલી આધારકાર્ડ અને પાસપોર્ટ બનાવવામા આવે છે તેવી બાતમી એસઓજીની ટીમને મળતાં તેઓએ દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરમાંથી મોહંમદ અમીન ખાન (ઉ.વ.24, રહે.મૂળ, ઢાંકા, બાંગ્લાદેશ) અને યાસીન પાડા (ઉ.વ.26, રહે. મૂળ સોરીયતપુર, બાંગ્લાદેશ)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસને 7 પાસપોર્ટ મળ્યા
પોલીસને તેઓની પાસેથી અમદાવાદના સરનામાના 6 અને મુંબઈના એક મળી સાત પાસપોર્ટ મળ્યા હતા. અલગ અલગ આધારકાર્ડ પણ મળી આવ્યા હતા.બંનેની પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશથી આવી ગેરકાયદેસર રીતે રહેતા હતા. વાપીના રફીકભાઈ અને કુલદીપ દુબેની મદદથી બીજા બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય ડોક્યુમેન્ટ બનાવતા હતા.

X
two bangladeshi arrested by ahmedabad sog for fake aadhar car and passport
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App