લાંચ/ AMCના બે સિટી એન્જિનિયર પાણીના બિલ પાસ કરવા મુદ્દે 20 હજારની લાંચ લેતા પકડાયા

DivyaBhaskar.com

Dec 07, 2018, 08:11 PM IST
લાંચીયા અધિકારી- કલ્પેશ પરમાર અને વિજય ડાભી
લાંચીયા અધિકારી- કલ્પેશ પરમાર અને વિજય ડાભી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે અધિકારી રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. બંને અધિકારીઓએ AMC વોર્ડમાં પાણીમાં ટેન્કરના બિલો પાસ કરવા માટે લાંચ માંગી હતી. આ બન્ને ઈજનેરને મ્યુનિસિપલ કમિશ્નરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. ACBએ બંને અધિકારીઓની ધરપકડ કરીને પૂર્વ ઝોન ઓફિસ અને નિકોલ વોર્ડમાં સર્ચ હાથ ધર્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા છે.


* ઝડપાયેલા કર્માચારીઓ

1. વિજય ડાભી ( ડેપ્યુટી સિટી એન્જિનિયર)
2. કલ્પેશ પરમાર ( આસિટન્ટ એન્જિનિયર)

X
લાંચીયા અધિકારી- કલ્પેશ પરમાર અને વિજય ડાભીલાંચીયા અધિકારી- કલ્પેશ પરમાર અને વિજય ડાભી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી