ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદની બદલાતી તસવીરઃ પોલીસનો ઉત્સાહ વધ્યો, લોકો નિયમબદ્ધ બન્યા

આ તસવીરનો મેસેજ- મહેરબાની કરીને કાયદાનું પાલન કરો કારણ કે પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે

DivyaBhaskar.com | Updated - Aug 10, 2018, 12:19 PM
C G રોડ પર લાઇન બદ્ધ ઉભા રહેતા લોકો
C G રોડ પર લાઇન બદ્ધ ઉભા રહેતા લોકો

અમદાવાદઃ શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક મહાઝૂંબેશથી અમદાવાદની તસવીર બદલાઈ રહી છે. 26 જુલાઈએ જસ્ટિસ એમ.આર શાહ દ્વારા અપાયેલા આદેશ પછી તમામ અમદાવાદીઓ હરકતમાં આવ્યા છે. પોલીસને તો પહેલા હાઇકોર્ટનો આદેશ છે માનવો જ પડશે એવું લાગ્યું પણ હવે તો પોલીસ તંત્રનો ઉત્સાહ વધી ગયો છે. નિયમભંગ કરતા લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું અને પોતે પોલીસ છે એવો ગર્વ પણ અનુભવ્યો. જોત જોતામાં લોકો પણ નિયમબદ્ધ બનતા જાય છે. અમુક લોકો પેલી કહેવતની જેમ શિક્ષકે સોટી મારી ને સીધા થયા તો કોઈકને પોતાની ફરજ પણ સમજાઈ.

અહીં મુકાયેલી તસવીરોમાં બદલાતા અમદાવાદની તસવીર દેખાય છે. ક્યારેય નથી વિચારેલું દબાણ અને ટ્રાફિક દૂર થયો. 4-4 પોલીસમેન માત્ર રોડ ઉભી રાખેલ કારને કાયદાનું ભાન કરાવી રહ્યા છે.

પોલીસ એક્શન મૂડમાં

એક ફિલ્મના ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે- ‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમનમેન’ અર્થાત્ સામાન્ય માણસની તાકાતને ઓછી આંકશો નહીં. હવે આ હકીકત જુઓ. દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સામે જે રીતે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને લોકોનો તેને સપોર્ટ મળી રહ્યો છે. એનાથી પોલીસનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તસવીર અમદાવાદની છે. એક કાર નો-પાર્કિંગ એરિયામાં હતી. બસ, તરત જ પોલીસના ચારથી પાંચ જવાનો પહોંચી ગયા. ચાર પોલીસકર્મી તો એક-એક ટાયરની હવા કાઢવા લાગ્યા. એમ લાગે છે કે કારમાં બેઠેલી વ્યક્તિએ પોલીસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ. એક પોલીસ કર્મચારીએ તો કારમાલિકને અસલ પોલીસની શૈલીમાં જવાબ આપ્યો.


દબાણ હટાવો મહાઝુંબેશથી અમદાવાદની બદલાતી તસવીર, ત્રણ દરવાજાથી ગાંધી રોડ ખુલ્લો થયો

લોકો નિયમબદ્ધ બન્યા , લાઇન ક્રોસ કર્યા વગર સીધા ઉભા છે
લોકો નિયમબદ્ધ બન્યા , લાઇન ક્રોસ કર્યા વગર સીધા ઉભા છે
એક ગાડી રોડ પર ઉભી રાખી તો 4 પોલીસમેન એક્શન મૂડમાં
એક ગાડી રોડ પર ઉભી રાખી તો 4 પોલીસમેન એક્શન મૂડમાં
શહેરની સાન સમા ભદ્ર કોર્ટ પ્રથમ વખત ટ્રાફિક મૂક્ત દેખાયો
શહેરની સાન સમા ભદ્ર કોર્ટ પ્રથમ વખત ટ્રાફિક મૂક્ત દેખાયો
અમદાવાદના ઓપન મોલ સમા ત્રણ દરવાજા પ્રથમ વખત દબાણોથઈ દૂર
અમદાવાદના ઓપન મોલ સમા ત્રણ દરવાજા પ્રથમ વખત દબાણોથઈ દૂર
હેવી ટ્રાફિક ગાંધી રોડની ડ્રોન તસવીર
હેવી ટ્રાફિક ગાંધી રોડની ડ્રોન તસવીર
X
C G રોડ પર લાઇન બદ્ધ ઉભા રહેતા લોકોC G રોડ પર લાઇન બદ્ધ ઉભા રહેતા લોકો
લોકો નિયમબદ્ધ બન્યા , લાઇન ક્રોસ કર્યા વગર સીધા ઉભા છેલોકો નિયમબદ્ધ બન્યા , લાઇન ક્રોસ કર્યા વગર સીધા ઉભા છે
એક ગાડી રોડ પર ઉભી રાખી તો 4 પોલીસમેન એક્શન મૂડમાંએક ગાડી રોડ પર ઉભી રાખી તો 4 પોલીસમેન એક્શન મૂડમાં
શહેરની સાન સમા ભદ્ર કોર્ટ પ્રથમ વખત ટ્રાફિક મૂક્ત દેખાયોશહેરની સાન સમા ભદ્ર કોર્ટ પ્રથમ વખત ટ્રાફિક મૂક્ત દેખાયો
અમદાવાદના ઓપન મોલ સમા ત્રણ દરવાજા પ્રથમ વખત દબાણોથઈ દૂરઅમદાવાદના ઓપન મોલ સમા ત્રણ દરવાજા પ્રથમ વખત દબાણોથઈ દૂર
હેવી ટ્રાફિક ગાંધી રોડની ડ્રોન તસવીરહેવી ટ્રાફિક ગાંધી રોડની ડ્રોન તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App