તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ અમદાવાદની 4 હેરિટેજ સાઇટ એક જ ફ્રેમમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આજે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે છે ત્યારે દિવ્ય ભાસ્કરની આ તસવીરમાં અમદાવાદની 4 હેરિટેજ સાઇટ એક જ ફ્રેમમાં દેખાય છે. જેમાં રાણીનો હજીરો, બાદશાહનો હજીરો, જામા મસ્જિદ,માણેકચોક અને ત્રણ દરવાજાનો સમાવેશ થાય છે. 

 

 

આજે વર્લ્ડ  ફોટોગ્રાફી ડે કેમ મનાવીએ છીએ? 


ફ્રાન્સના ફોટોગ્રાફર સુઇસ ડેગ્યુરે અને જોસેફ નાઇસફોરે 1837માં ફોટોગ્રાફીની એક નવી ટેક્નિક ‘ડેગ્યુરેટાઇપ’ વિક્સાવી હતી. ફ્રાન્સ સરકારે 19 ઓગસ્ટ 1839ને તેને પેટન્ટ ફ્રી કરી વિશ્વને ફોટોગ્રાફીની ભેટ આપી.

 

આજે મહત્ત્વના તમામ સમાચાર તસવીર દ્વારા વાંચો


આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ જે કામ હજારો શબ્દો નથી કરી શકતા એ એક તસવીર કરી બતાવે છે. દિવ્ય ભાસ્કર વિશ્વ ફોટોગ્રાફી દિવસના પ્રસંગે આજના અંકમાં મહત્ત્વના સમાચાર તસવીરો દ્વારા વાંચકોને વાંચવા મળશે. સમાચાર ગમે એટલા જટિલ કેમ ના હોય પણ જો તસવીર સાથે હોય તો તે સરળતાથી સમજાઈ જાય છે. એક નાના પ્રયાસ વડે દિવ્ય ભાસ્કર દેશ-દુનિયાના તમામ ફોટો જર્નાલિસ્ટને તેમના વિઝન અને પેશન માટે શુભેચ્છા પાઠવે છે.