Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Today Cm Vijay Rupanis Birthday, Political Leaders Wish BY Twitter

રૂપાણી@62: ગુજરાતના CM પર શુભકામનાનો વરસાદ, હાર્દિક પટેલે પણ આપી શુભેચ્છા

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 03:51 PM

રાજકોટના એક કોમન મેન જેવું જીવન જીવતા રૂપાણીએ કાર્યકર અને સંઘથી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો

  • Today Cm Vijay Rupanis Birthday, Political Leaders Wish BY Twitter

    અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 62મો જન્મદિવસ છે. રાજકોટના એક કોમન મેન જેવું જીવન જીવતા રૂપાણીએ કાર્યકર અને સંઘથી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. વિજય રૂપાણીનો જન્મ બર્માના રંગુનમાં થયો હતો. પરંતુ તે બાળપણથી જ રાજકોટ આવી ગયા હતા અને આજે ગુજરાતના નાથ છે. રૂપાણીના 62માં જન્મદિવસે તેમની પર શુભકામનાઓનો વરસાદ થયો. પીએમ મોદીથી લઈ હાર્દિક પટેલે શુભેચ્છાઓ આપી.

    મોટાભાગના મહાનુભાવોએ ટેલિફોનિક શુભકામનાઓ આપી

    મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને આજે તેમના જન્મદિવસ નિમિતે દેશભર માંથી અને રાજ્ય ના અગ્રણીઓ ની શુભેચ્છાઓ નો અવિરત પ્રવાહ વહ્યો છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ શુભકામનાઓના આપી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ભાઈ શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી તેમજ મધ્યપ્રદેશ સી.એમ શિવરાજ સિંહ ઝારખંડ સીએમ રઘુબર દાસ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, છત્તીસગઢના સીએમ ડો.રમણ સિંહ, હરિયાણાના સીએમ મનોહર લાલજી તેમજ કેન્દ્રીય મંત્રીઓમાં પીયૂષ ગોયલ, સ્મૃતિ ઇરાની, રામ વિલાસ પાસવાન, સુરેશ પ્રભુ, અરુણ જેટલી સહિતના મહાનુભાવોએ ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી.

    1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી


    2. બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ


    3. સ્મૃતિ ઈરાની


    4. નીતિન પટેલ


    5. જીતુ વાઘાણી


    6. હાર્દિક પટેલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending