હેરિટેઝ અમદાવાદનો આજે 608મો જન્મ દિવસ, હજી અડીખણ શાહીપણું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ભદ્રનો કિલ્લો સલ્તનતનું શાહીપણું છે તો ત્રણ દરવાજા પ્રજાના મિજાજનું પ્રતીક છે. સુલતાનો અને બાદશાહો, સુબાઓ અને ગવર્નર જનરલો, વાઇસરૉયો અને મુખ્યમંત્રીઓ... 608 વર્ષથી સત્તાની અંબાડી પર બેઠેલી સરકારો આ ત્રણ દરવાજામાંથી ઝૂકીને પસાર થતી રહી છે. દરેક સરકારનો અેક સમય હોય છે પણ સમયને કોઈ સરકાર હોતી નથી. પોતાના ત્રણ દરવાજામાં આ ઇમારત અમદાવાદના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જતાં-આવતાં જોઈ રહી છે.

 

ત્રણ દરવાજાની આસપાસ સદીઅોથી બજાર ભરાતું રહ્યુું છે અને પ્રજા આવતી રહી છે, પ્રજા અને સમયને અટકાવી શકાતા નથી અને અટકાવી શકાય પણ નહીં. એટલે જ આ ત્રણ દરવાજાનો ખરેખર એક પણ દરવાજો નથી. અંગ્રેજ ફોટોગ્રાફરે લીધેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો અેક સદી પહેલાંનું અમદાવાદ અને 2018નો કલર ફોટો અત્યારનું અમદાવાદ દર્શાવે છે. તસવીરના રંગો બદલાયા છે, પણ અમદાવાદનો મિજાજ આજેય એટલો જ ચમકદાર છે.

 

નહિં મદ, નહીં વાદ બિંદાસ છે અમદાવાદ

 

અમદાવાદની કોઈ વાત અધ્ધર ના હોય! સ્થાપનાથી માંડી અાજ સુધી અા શહેરે ઘણી અાસમાની-સુલતાની જોઈ છે. નવી પેઢીને શહેરની ઘણી જૂની વાતો ખબર ના હોય, તો જૂની પેઢી હરણફાળ ભરતા શહેરને જોઈ, કહે છે કે અા શહેર જ અેવું છે કે વિકાસ થાય જ! અા મુદ્દે નવી પેઢીના બકા અને જૂની પેઢીના કાકા વચ્ચે જામી છે...

 

વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...