હુમલો / શહેરાના કોઠા ગામ નજીક વાઘનો ગાયોના ટોળા પર હુમલો, વન વિભાગની ટીમ ઘટના સ્થળે

tiger attack on many cow crowd in lunavada of gujarat
X
tiger attack on many cow crowd in lunavada of gujarat

divyabhaskar.com

Feb 13, 2019, 08:55 PM IST
અમદાવાદઃ મહિસાગર જિલ્લાના જંગલોમાં આવેલા વાઘે આજે સમી સાંજે પાનમ ડેમથી 1500 મીટર દૂર આવેલા કોઠા ગામની સીમમાં ચારો ચરી રહેલી ગાયો ઉપર હુમલો કર્યો હતો. ગાયો ચરાવી રહેલા ગોવાળોએ બુમરાણ મચાવતા વાઘ શિકાર કરેલી ગાયને સ્થળ ઉપર મૂકી જંગલમાં ઘરક થઇ ગયો હતો
1. કોઠા ગામના ખેડૂતની ગાયનો વાઘે શિકાર કર્યો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામનો મોહન કોળી સહિત 4 જેટલા યુવાનો આજે 4-30 વાગ્યાના સુમારે ગામની સીમમાં આવેલા સ્મશાન પાસે ગાયો ચરાવી રહ્યા હતા. દરમિયાન જંગલમાંથી વાઘ ધસી આવ્યો હતો. અને ચારો ચરી રહેલી ગાયોના ટોળા ઉપર હુમલો કર્યો હતો. વાઘે ગાયો ઉપર હુમલો કરતાજ ગોવાળીયાઓએ બુમરાણ મચાવતા નજીકમાં કામ કરી રહેલા ગામના ખેડૂતો અને ખેત મજૂરો દોડી આવ્યા હતા. 
2. હુમલો વાઘે કર્યો છે કે પછી અન્ય હિંસક પ્રાણીએ તે અંગે તપાસ શરૂ કરી
ગામ લોકો અને ખેત મજૂરો બુમરાણો પાડતા સ્મશાન તરફ આવતા વાઘ શિકાર કરેલી ગાયને સ્થળ પર મૂકીને જંગલમાં ધસી ગયો હતો. વાઘે કરેલા હુમલામાં ઇજા પામેલ ગાયને ગામ લોકો ગામમાં લઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પંચમહાલ રેન્જના ફોરેસ્ટ અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. અને ગાય ઉપર હુમલો ખરેખર મહિસાગરના જંગલમાં આવેલા વાઘે કર્યો છે કે પછી અન્ય હિંસક પ્રાણીએ તે અંગે તપાસ શરૂ કરી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી