અમદાવાદમાં સુપ્રીમકોર્ટની કોઈ ગણતરી જ નથી: 10 વાગ્યા પછી ફટાકડા ફોડવાના 3 ડઝન કેસ, ત્રણની ધરપકડ

સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી ફટાકડા ફોડતા અમદાવાદના 3 વ્યક્તિઓની ધરપકડ

DivyaBhaskar.com | Updated - Nov 08, 2018, 12:34 PM

અમદાવાદ: હવાના પ્રદુષણની ગભીરતાને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાવલતે રાત્રીના 8 થી 10 દરમિયાન મર્યાદિત પ્રકારના ફટાકડા ફોડવાનો આદેશ કર્યો હતો તેમ છતા રાજ્યના નાના મોટા દરેક શહેરોમાં આ આદેશના ‘ધુમાડા’ ઉડ્યા હતા. તેમજ અમદાવાદમાં તો જાણે સર્વોચ્ચ અદાલતની કોઈ ગણત્રી જ ન હોય તેમ રાત્રે 10 પછી ફટાકડા ફુટવાનું પ્રમાણ વધ્યું હતું. આમ સુપ્રીમકોર્ટના જાહેરનામાંનું ઉલ્લંઘન કરતા 3 વ્યક્તિઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. અને 3 ડઝનની જાહેરનામાનું ભંગ કરનાર તેંમજ પરવાના વગર ફટાકડા વેચવાના કેસ નોંધાયા હતા.

વસ્ત્રાપુર પોલીસે 3ની ધરપકડ કરી

સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી ફટાકડા ફોડતા ત્રણ વ્યક્તિઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે, તેમજ ત્રણેય સ્થળો પરથી ફટાકડા કબ્જે કરાયા છે. આ ત્રણેય શખ્સ એઇએસ ગ્રાઉન્ડ, સાગર એપાર્ટમેન્ટ, નજીક અને ગોયલ ઈન્ટરસિટી ગાર્ડન પાસેથી ધરપકડ કરાઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામાંને ભંગનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફટાકડા ફોડવા- પરવાના વગર વેચવાના 3 ડઝન કેસ નોંધાયા


પોલીસ કમિશનરના રાતે 10 વાગ્યા પછી ફટાકડા નહી ફોડવાના જાહેરનામાનો ભંગ ન થાય તથા શહેરની સલામતીને ધ્યાનમાં રાખીને પૂર્વ વિસ્તારની પોલીસ છેલ્લા 3 દિવસથી પેટ્રોલીંગ કરી રહી હોઇ પરવાના વગર કે સેફ્ટી વગર ફ્ટાકડા વેચવાના કેસ, લારી અને નાના નાના પાથરણા લઇને દિવાળીમાં વેપાર કરતા લોકો પર મોટા ભાગના કેસ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ વિસ્તારની પોલીસ પણ દોડતી થઇ હતી. સમગ્ર શહેરમાં મળીને 3 ડઝનથી વધારે કેસ નિયત સમય પછી ફટાકડા ફોડવા તથા લાઇસન્સ વગર ફટાકડા વેચવાના કેસ પોલીસ દ્વારા નોંધાયા હતા. બીજી તરફ એરપોર્ટ વિસ્તાર, ખોખરા, મેઘાણીનગર, અમરાઇવાડી અને રામોલ સહિતના પૂર્વ અમદાવાદમાં મોડી રાતે ફટાકડા ફોડવાન ગુના નોંધાયા હતા.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App