પેઈડ પાર્કિંગમાંથી બાઈકની ચોરી, માલિકે ફૂટેજ આપ્યા છતાં ચોર પકડાતો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ : ગુરુકુલ રોડ ઉપર આવેલા સન સેટ રો હાઉસમાં રહેતો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હર્ષ ખંધાર(21) 23 જાન્યુઆરીએ કાંકરિયા ફરવા ગયો હતો. હર્ષે ગેટ નંબર- 1 પાસે આવેલા કોર્પોરેશનના પે પાર્કિંગમાં બપોરે 3 વાગ્યે બાઈક પાર્ક કર્યું હતું. સાંજે 7 વાગ્યે હર્ષ બાઈક લેવા ગયો ત્યારે તેનું બાઈક ન હતું.  તેણે આસપાસ બાઇક શોધ્યું પણ તે મળ્યું ન હતું.

 

કાંકરિયાના કોર્પો.ના પાર્કિંગમાંથી ગઠિયો એક મહિના પહેલા બાઈક ચોરી ગયો હતો

 

જેથી હર્ષે તેના પિતા પ્રશાંતભાઇ ખંધારને વાત કરતા તેમણે પાર્કિંગની અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક કોલેજિયન જેવી બેગ ખભે ભરાવીને આવેલો યુવાન હર્ષનું બાઈક લઇને જતો દેખાય છે. આટલું જ નહીં તે જ યુવાન બપોરે 3.52 વાગ્યે કાંકરિયામાં પણ ફરતો દેખાય છે. હર્ષ અને તેના પિતાએ બાઈક ચોરીની આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા હતા.

 

જેમાં તે કોલેજિયન યુવાનનો ચહેરો સ્પષ્ટ દેખાય છે તેમ છતાં પોલીસ તે બાઈક ચોરને પકડી શકી નથી. મહત્વની વાત તો એ છે કે આ કોલેજિયન યુવાન હર્ષનું બાઈક લઇને પાર્કિંગમાંથી બહાર નીકળતા પહેલા ગેટ ઉપર પાર્કિંગની સ્લિપ આપે છે. પરંતુ ગેટ ઉપર ફરજ બજાવી રહેલો કર્મચારી સ્લિપ કયા નંબરની છે તે જોયા વગર જ તેને બાઈક લઇને જવા દે છે.

 

વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...