Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » There is not a single city in the country where water comes to 24 hours

દેશમાં વપરાશ લાયક 60% પાણી નકામું વહી જાય છેઃ IIMA રિપોર્ટ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:03 AM

વિસ્તરતા શહેરોમાં પાયાની સુવિધાઓ નથી, જાણીએ શહેરોમાં શું કડવું સત્ય છુપાયેલું છે...

 • There is not a single city in the country where water comes to 24 hours
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દેશનું એક પણ શહેર એવું નથી જ્યાં 24 કલાક પાણી મળે છે

  અમદાવાદ: શહેર ઝડપથી વિસ્તરી રહ્યા છે. દેશમાં એક પણ શહેર એવું નથી કે જ્યાં પાણીનો 24 કલાક સપ્લાય હોય. અને 40થી 60% પાણી વ્યર્થ વહી જાય છે. ઇલાજના મામલે દેશમાં માત્ર તમિલનાડુ, કેરળ, કર્ણાટકનાં અમુક શહેરોમાં જ સ્થિતિ સારી છે. બિહારમાં તો બાળકોનું જરૂરી રસીકરણ પણ કરાતું નથી. પાયાની સુવિધાઓ અને ફાઇનાન્સિંગ વિના શહેરીકરણ એક મોટો પડકાર છે. આગામી 15 વર્ષમાં દેશમાં શહેરી ક્ષેત્ર 35%થી વધીને 40% સુધી થઇ જશે.

  વિસ્તરતા શહેરોમાં પાયાની સુવિધાઓ નથી, જાણીએ શહેરોમાં શું કડવું સત્ય છુપાયેલું છે...

  યોજના અને નિયમોમાં ખોટાં અનુમાનોના કારણે ગ્રોથ નિષ્ક્રિય થઇ રહ્યો છે. પાયાની સુવિધાઓ માટે કરાતો સરકારી ખર્ચ નિરર્થક સાબિત થઇ રહ્યો છે. શહેરોમાં શું કડવું સત્ય છે તે જાણીએ-

  પાણી અને વીજળી: દેશમાં કોઇ પણ શહેરમાં 24 કલાક પાણી ઉપલબ્ધ નથી. માત્ર 50%થી ઓછી શહેરી વસતીને પાણી મળી શકે છે. 40થી 60% પાણી વ્યર્થ વહી જાય છે. એકેય શહેરમાં પાણીની ગુણવત્તા સારી કહી શકાય તેવી નથી. વીજળીની વાત કરીએ તો ગુજરાતમાં જ 24 કલાક વીજળી મળે છે. મોટા ભાગનાં રાજ્યોની રાજધાનીમાં હંમેશા વીજળી મળે છે પણ અન્ય શહેરોમાં નહીં.


  ગંદકીથી બીમારી અને પ્રાથમિક સ્વાસ્થ્ય: ભારતમાં બીમારીઓનું મોટું કારણ ગંદકી છે. મુંબઇ જેવા શહેરમાં 25% વસતી ખુલ્લામાં શૌચ કરે છે. બેક્ટેરિયાના કારણે રોગ ફેલાય છે. પીવાના પાણી, સુઅરેજ જેવી ખરાબ સ્થિતિ પ્રાથમિક આરોગ્યના મામલે નથી, છતાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રનાં અમુક શહેરોમાં જ આ પ્રકારની સુવિધાઓ પર્યાપ્ત છે. મોટી સંખ્યામાં બાળકો એવી બીમારીઓથી પીડિત છે કે જેમને રસીકરણથી અટકાવી શકાય તેમ છે.


  સૌથી વધુ વાહનોવાળું દિલ્હી: શહેરોમાં મધ્યમવર્ગમાં જેમની માથાદીઠ આવક સામાન્ય છે તેઓ કાર રાખે છે. ગામડાંમાં બાઇક પહેલી પસંદ છે. દિલ્હી વિશ્વમાં સૌથી વધુ વાહનોવાળા શહેર તરીકે જાણીતું છે. ગંભીર ટ્રાફિક જામ અહીં સામાન્ય છે. રોડ સિસ્ટમની ખરાબ ડિઝાઇન તેનું મુખ્ય કારણ છે.માસ્ટર પ્લાનમાં ખામી: શહેરીકરણની નિષ્ફળતામાં સૌથી મોટી ભૂમિકા માસ્ટર પ્લાનની છે. તેમાં માત્ર શહેરોમાં બનતી ઇમારતોના સ્થાનના લેઆઉટ બતાવાય છે. તે એવા પ્રકારનું સિમ્યુલેશન નથી કરી શકતો કે કોઇ ચોક્કસ સ્થળે કેટલો ટ્રાફિક વધશે અને તેનો ઉકેલ શું હશે


  રિયલ એસ્ટેટ પહોંચની બહાર: ઘર અને રિયલ એસ્ટેટના ઊંચા ભાવની સમસ્યા દેશનાં તમામ શહેરોમાં છે. મુંબઇનું જ ઉદાહરણ લઇએ તો અહીં માથાદીઠ વાર્ષિક આવક 80 હજાર રૂપિયાથી ઓછી છે પણ મકાનોના ભાવ ખૂબ વધારે છે.

  આપણે ચીનથી ઘણા પાછળ છીએ વાંચવા આગળ ક્લિક કરો...

 • There is not a single city in the country where water comes to 24 hours
  આપણે ચીનથી ઘણા પાછળ

  આપણે ચીનથી ઘણા પાછળ
  મહત્વની વાત એ છે કે ચીનના મુકાબલે આપણી માથાદીઠ આવકનો ગ્રોથ પણ ઘણો ઓછો છે. દેશમાં પરિવર્તન આવ્યું છે ત્યારથી લોકો શહેરો ભણી આકર્ષાઇ રહ્યા છે. બેંગલુરુ, દિલ્હી, સુરત તથા અન્ય શહેરોમાં ગામડાંમાંથી લોકો આવી રહ્યા છે, પરંતુ આ પણ ચીનના મુકાબલે ઘણું ઓછું છે. તેનું કારણ એ છે કે ગામડાંમાં ખેતી 12% ઓછી થઇ ગઇ છે.

   

   

  આ નવી વાત સામે આવી
  દેશના પૂર્વીય ભાગમાં એક નવી વાત જોવા મળી કે કોલકાતા સૌથી મોટું શહેર હોવા છતાં લખનઉ, અલ્હાબાદ અને ભુવનેશ્વર જેવાં મધ્યમ શહેરોમાં કોલકાતાની તુલનાએ ઝડપથી શહેરીકરણ થયું. ઉત્તર-પશ્ચિમમાં જયપુર, ભોપાલ, નાસિક મોટાં શહેરોમાં ફેરવાયાં. 1992 બાદ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગ પૂર્વના મુકાબલે ઝડપથી વિકસ્યા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ