• Gujarati News
  • National
  • The Son Reached The Dead Body Of The Father Who Gathered The CCTV Footage For 7 Days

7 દિવસ સુધી CCTV ફૂટેજ ભેગા કરી દીકરો પિતાને મોત આપનાર સુધી પહોંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: હિટ એન્ડ રનમાં પિતાને મોતને ઘાટ ઉતારી દઇ નાસી છૂટેલા કારચાલકને પકડવામાં પોલીસે જરા પણ રસ નહીં લેતા દીકરાએ 7 દિવસ સુધી જુદા જુદા એંગલના સીસીટીવી એકત્રિત કરી   ચાલકના ઘર સુધી પહોંચી ગયો હતો. પરંતુ પોલીસે કાગળ પર આરોપી કારચાલકની ધરપકડની કાર્યવાહી પૂરી કરી માત્ર  4 જ કલાકમાં તેને જામીન ઉપર મુક્ત કરતા મોભી ગુમાવનાર પરિવારમાં ભારે રોષ ફેલાયો છે.   

 

ગોતા આસ્કા એલિગન્સમાં રહેતા બાબુભાઇ ગંગારામ પટેલ(70) 9 ફેબ્રુઆરીએ સવારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે કારના ચાલક ભીખાભાઈએ તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઇનું 10 ફેબ્રુઆરીએ રાતે 11 વાગ્યે મૃત્યુ થયું હતું. આ અંગે બાબુભાઇના દીકરા મેહુલકુમાર પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

પરંતુ પોલીસે કોઇ જ કાર્યવાહી નહીં કરતા આખરે મેહુલે જાતે ઈસ્કોન મોલ, રાજપથ ક્લબ, ઝેડ બ્લૂ તેમજ આસપાસના સ્ટોરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા હતા. જેમાં અકસ્માતની આખી ઘટના તેમજ ગાડીનો નંબર કેદ થયો હતો. મેહુલે આ બધા ફૂટેજ તેમજ ગાડીનો નંબર અને ચાલક ભીખાભાઇ હરિભાઇ પટોલિયા( કલ્હાર બંગ્લોઝ, નાંદોલી) નું નામ -સરનામું પોલીસને આપ્યું હતું.

 

વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

અન્ય સમાચારો પણ છે...