હાર્દિક હવે સરકારી નોકરીની પરીક્ષામાં પણ છવાયો, ઉપવાસ આંદોલન સંદર્ભે પરીક્ષાર્થીઓને પ્રશ્ન પુછવામાં આવ્યો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાટીદાર આંદોલન કે હાર્દિક પટેલ વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો હોય તેઓ આ પ્રથમ બનાવ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 01:29 PM
The question asked in the examination regarding the fertility of hardik

ગાંધીનગર: એક તરફ હાર્દિક પટેલ ભાજપ સરકાર વિરુદ્ધ આંદોલનો કરીને સરકારના નાકમાં દમ લાવી રહ્યો છે તો બીજી તરફ ભાજપ શાસિત ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા 1 લાખ ઉમેદવારોને સવાલ પૂછ્યો કે, તાજેતરમાં ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ક્યા રાજકીય નેતાએ પાણી પીવડાવ્યું હતું. આ જોતા એમ લાગી રહ્યું છે કે હવે સરકારી નોકરી મેળવવા માટે આપવી પડતી પરીક્ષાઓના સવાલોમાં હાર્દિક પટેલ અંગેની જાણકારી ધરાવવી પરીક્ષાર્થિઓ માટે જરૂરી રહેશે કારણકે હાર્દિકને હવે સરકારી નોકરી માટેની પરીક્ષામાં પુછાતા સવાલોમાં સ્થાન મળ્યું છે.


ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 50 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેના અનુસંધાને કુલ 1.54 લાખ યુવાનોએ અરજી કરી હતી. જેમાંથી 1 લાખ જેટલા નોકરી વાંચ્છુકોએ પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક 34માં પરીક્ષાર્થીઓને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તાજેતરમાં અમદાવાદમાં ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલને ક્યા રાજકીય નેતાએ પાણી પીવડાવ્યું. તેના જવાબમાં શરદ યાદવ, લાલુપ્રસાદ યાદવ, શત્રુઘ્ન સિંહા અને વિજય રૂપાણી આ ચાર નામો વિકલ્પ તરીકે આપવામાં આવ્યાં હતા. પાટીદાર અનામત આંદોલનને લગતો પ્રશ્ન સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.


પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને તમામ જવાબદારી જીટીયુની, અમે જવાબ માગીશુ: જે. બી. બારૈયા, ડે. મ્યુ. કમિશનર, ગાંધીનગર
પ્રશ્નપત્ર તૈયાર કરવાથી માંડીને પરીક્ષાની તમામ જવાબદારી જીટીયુને સોંપવામાં આવી છે. અમે જીટીયુના સત્તાધીશોને પૂછીશું કે કેવી રીતે આ પ્રકારની પ્રશ્નની પસંદગી કરવામાં આવી છે. આ પ્રશ્નની પસંદગી કરતી વખતે જીટીયુએ નિષ્ણાંતોનો અભિપ્રાય લીધો હતો કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.

સમગ્ર બાબત કોન્ફિડેન્શિયલ હોવાથી હું કંઈ નહીં કહી શકું: જે. સી. લિલાની, રજિસ્ટ્રાર, જીટીયુ


સમગ્ર બાબત કોન્ફિડેન્શિયલ છે, મારે કોઈ કોમેન્ટ કરવી નથી, હું જવાબદારીથી બંધાયેલો છું આ મુદ્દે જવાબ નહીં આપી શકું.
આ મુદ્દે ભાજપ સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કર દ્વારા કરાયો હતો પરંતુ તેમણે આ મુદ્દે કંઈ પણ ટિપ્પણી કરવાથી ઈન્કાર કર્યો હતો.

X
The question asked in the examination regarding the fertility of hardik
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App