અમદાવાદ / 11 વર્ષથી પૈસા વપરાતા ન હોવા છતાં 217 કરોડના વધારા સાથે મ્યુનિ. વિપક્ષે બજેટ રજૂ કર્યું

the municipality with an increase of 217 crores. Opposition presented the budget
X
the municipality with an increase of 217 crores. Opposition presented the budget

 • 217 કરોડમાં 202 કરોડના વિકાસના કાર્યો રજૂ કર્યા
 • એમ.જે લાયબ્રેરીના બજેટમાં 85 લાખનો અને મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં 12 કરોડનો સુધારો 
 • VSના બજેટમાં 1.65 કરોડનો વધારો  અને AMTS બજેટમાં 60 કરોડનો સુધારો કરી રજૂ કર્યું

DivyaBhaskar.com

Feb 12, 2019, 03:52 PM IST
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાશક પક્ષે રૂ. 8051 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેની સામે આજે મ્યુનિ. વિરોધ(કોંગ્રેસ) પક્ષે 202 કરોડના વિકાસના કાર્યો સાથે 217 કરોડનો વધારો કરી રૂ. 8268 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિ વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે 11 વર્ષમાં રૂ. 11980 કરોડ વપરાયા જ નથી. શાસક પક્ષે રજૂ કરેલું બજેટ આંકડાની માયાજાળ ઉભી કરી પ્રજાને ગેરમાર્ગે દોરનારું બજેટ છે. 2018-2019માં રૂ 6990 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1235 કરોડ વપરાયા જ નથી.
1. બજેટમાં મ્યુનિ. વિપક્ષની વધારાની હાઈલાઇટ્સ
 • ઓક્ટ્રોય વિકલ્પની ગ્રાન્ટમાં સરકાર પાસેથી 15 ટકા વધારો
 • લેટ પ્રોપર્ટી ટેક્સમાં 18 ટકાની જગ્યાએ 7 ટકા વ્યાજ
 • જર્જરિત ઇમારતો મુદ્દે રી-ડેવલોપમેન્ટ પોલિસી બનાવવી
 • કોમર્શિયલ મિલ્કતોમાં પાણીના દર નક્કી કરવા
 • ટેન્ડરની યુનિફોર્મ પોલિસી બનાવવી
 • ટેક્સ બાબતે પબ્લિક ઓપિનિયનની પોલિસી બનાવવી
 • સ્પીડ બ્રેકર બનાવવા મુદ્દે પોલિસી બનાવવી
 • શહેરમાં ટ્રી ઓથોરિટી બનાવવી
 • પાલતુ કુતરાના રજિસ્ટ્રેશનની પોલિસી બનાવવી
 • સીટીઝન ચાર્ટર બનાવી તેના પર અમલ કરાવવો
 • ઝુંપડા સામે 50 ચો.મી નું મકાન બનાવી આપવું
 • ગુ.હા.બોર્ડ રી-ડેવલોપમેન્ટ પોલિસીમાં સુધારો
 • લોકપાલની નિમણુંક
 • શહેરમાં ગીચ વિસ્તારમાં બીઆરટીએસ દૂર કરવી
 • ડિઝાઈનર કમ કન્સલ્ટન્ટ યુનિટ બનાવવું
 • મ્યુનિસિપલ વહિવટમાં સરકારની દખલગીરી દૂર કરવી
 • લોકોના દુઃખદ પ્રસંગમાં રાહતભાવે કો.હોલ ભાડે આપવા
2. વિકાસના કાર્યોની રજુઆત
 • પૂર્વ વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલીટી બાળકોની હોસ્પિટલ બનાવવી
 • એસટી અને રેલવે સ્ટેશન પાસે રેન બસેરા બનાવવા
 • પૂર્વ વિસ્તારમાં એમ.જે. લાયબ્રેરી જેવી લાયબ્રેરી બનાવવી
 • 10 રાજમાર્ગો પર પેડિસ્ટ્રીયન સ્ટ્રીટ બનાવવી
 • રિવરફ્રન્ટના બંને કાંઠે ફાયર સ્ટેશન બનાવવા
 • રિવરફ્રન્ટ પરના મંદિરોનો વિકાસ કરવો
 • સાબરમતી એરપોર્ટ રોડને જોડતો ઓવરબ્રિજ બનાવવો
 • મેટ્રો સ્ટેશનો પાસે 25 પાર્કિગ પ્લોટ બનાવવા
 • પૂર્વ વિસ્તારમાં 50 હજારની ક્ષમતા વાળું સ્ટેડિયમ બનાવવું
 • 50 બગીચામાં વાંચનાલય બનાવવા
 • ઓપન સ્પેસના પ્લોટને પ્લેગ્રાઉન્ડ તરીકે વિકસાવવા
 • સાત ઝોનમા ડોટર હોમ, વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવી
 • 22 હજાર ખાળકૂવા મુક્ત કરવાનું આયોજન
 • નવી ડમપીંગ સાઇટ ઉભી કરવી
 • સ્ટોર્મ વોટરલાઈન નેટવર્ક વધારવું
 • કોટ વિસ્તાર અને જૂના ગામ તળની જૂની પાઇપલાઇન બદલવી
 • 10 પ્લોટને વેન્ડર ઝોન તરીકે વિકસાવવા
 • બાપુનગર મલેકસા સ્ટેડિયમનો વિકાસ કરવો
 • સ્વીમીગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વિદ્યાર્થીઓ માટે ફ્રી કરવા
 • નિકોલ રિંગ રોડ વિસ્તારમાં નવું મુક્તિધામ બનાવવું
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી