તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદનું આગમન | The Meteorological Department Has Predicted Heavy To Heavy Rains

અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદનું આગમન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ:| દિવસભર વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે શહેરના મેમ્કો, નરોડા, સૈજપુર, કુબેરનગર, બાપુવર વગેરે જગ્યાએ ઝાપટા પડ્યા હતા. જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સર્જાયેલું અપરએર સર્ક્યુલેશન વધુ સ્ટ્રોંગ બનવાની સાથે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા 1થી 4 જુલાઇ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની તેમજ આગામી બે દિવસમાં  ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

 

દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સર્જાયેલું સરક્યુલેશન સ્ટ્રોંગ બન્યું

 

ગુરુવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો, છતાં દિવસ દરમિયાન વરસાદ ન પડતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધીને 38.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.દક્ષિણ ગુજરાતથી કેરળનાં દરિયાકાંઠા વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે, તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં અપરએર સર્ક્યુલેશન સર્જાયું છે. જેને કારણે આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર ન સર્જાતા વરસાદ ખેંચાયો

ગુજરાતમાં વરસાદ માટે બંગાળની ખાડીમાં સર્જાતું લો- પ્રેશર મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ, આ વર્ષે બંગાળની ખાડીમાં લો-પ્રેશર ન સર્જાતા રાજ્યનાં દક્ષિણ ગુજરાત સિવાય મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. પરંતુ, આગામી બે દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાની શક્યતા હોવાથી ગુજરાતમાં 1થી 4  જુલાઇ વચ્ચે મધ્યમથી ભારે વરસાદ પડશે. - અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ