ચીમકી / ગુજરાત હાઈકોર્ટમાં 4 જજની નિમણૂંક કરવા નહીં તો 15મીએ હડતાળની કેન્દ્રને બાર એસોશિએસનની ધમકી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદાપ્રધાનને મળીને GHAA વિનંતી કરશે

DivyaBhaskar.com

Jan 10, 2019, 06:03 PM IST
અમદાવાદ: બાર એસોશિએસને  કેન્દ્ર સરકારને ગુજરાત હાઈકોર્ટમાં ચાર જજની નિમણૂંક કરવા નહીં તો  હડતાળની કરવાની ચીમકી આપી છે. તાત્કાલિક ધોરણે  14મી સુધી પ્રક્રિયા નહીં થાય તો વકીલો 15મી જાન્યુઆરીએ એક દિવસીય હડતાળ પર  ઉતરશે.

રિઝોલ્યુશન પાસ કરવાની માંગ

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA)એ ઝડપી કાર્યવાહી માટે રિઝોલ્યુશન પસાર કરવાની માંગ કરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાયદા મંત્રીને કામગીરીના 3 દિવસમાં નિમવા વિનંતી કરશે.
2. સુપ્રિમે ચાર નામો સૂચવ્યા
ગયા મહિને જ સુપ્રિમ કોર્ટ કોલિજિયમએ ફાઈનલ કરીને ચાર નામો સૂચવ્યા હતા. જેમાં એડવોકેટ સંગીતા વિશેન, મેઘા જાની અને બી ડી કારિયા તેમજ નીચલી કોર્ટના જ્યુડિશિયર ઓફિસર વી પી પટેલ સામેલ હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી