Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » The design of the waist pain seat in the double decker will change

ડબલ ડેકરમાં કમરનો દુખાવો કરતી સીટની ડિઝાઈન બદલાશે

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 04:16 AM

ડબલ ડેકર કોચમાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડતી ડિઝાઇન એનઆઇડીએ તૈયાર કરી, ઇન્ટિરિયર 6થી 8 મહિનામાં બદલાશે

  • The design of the waist pain seat in the double decker will change
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સીટનું મટીરિયલ પરસેવો ન થાય તેવું વાપરવામાં આવશે

    અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના રેલવે ડિઝાઇન સેન્ટર દ્વારા ઉદય ડબલ ડેકર ટ્રેનના ઇન્ટિરિયરમાં બદલાવ કરાયો છે. હવે મુસાફરી કરનારને ટ્રેનમાં પોતાના ઘરના વાતાવરણનો અનુભવ થશે. સાથે જ આ ઇન્ટિરિયર ડિઝાઇન આવનારા 6થી 8 મહિનામાં દેશભરની ડબર ડેકર ટ્રેનમાં લાગુ કરાશે. અત્યાર સુધી 5થી 6 કલાક સતત ટ્રાવેલિંગ વખતે કમરમાં દુખાવો થતો હોવાની ફરિયાદો મુસાફરો વારંવાર કરતા હોય છે. આ ડિઝાઇન તૈયાર કરવામાં મુસાફરી કરી રહેલા લોકોના મુડને ખાસ ધ્યાને લેવાયો છે.

    સીટનું મટીરિયલ પરસેવો ન થાય તેવું વાપરવામાં આવશે

    -કોચમાં બોર્ડના શબ્દો વંચાય તેમ મોટી સાઇઝમાં તૈયાર કરાયા છે

    -ટ્રેનમાં ખાસ વિન્ડો અને લાઇટના રિફ્લેક્સન પ્રમાણે કલર સેટ કરાયા

    -જરૂરિયાતની દરેક બાબતને કલરથી હાઇલાઇટ કરાઇ છે

    -મુસાફરોને ટ્રાવેલિંગ દરમિયાન તકલીફ થતી હોવાના કારણે ડિઝાઈન બદલવી પડી

    -સીટની બેઠક માટેનું મટીરિયલ પરસેવો ન થાય તે પ્રકારનું છે

    કમ્ફર્ટ માટે ખાસ સીટ ડિઝાઇન કરાઇ

    મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને સીટ પણ ડીઝાઇન કરાઈ છે. આ સીટમાં ફોલ્ડીંગ ટેબલ, પીલ્લો એડ્જેસમેન્ટ, સીટનું ફેબ્રિક બ્રેથેબલ હશે.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • The design of the waist pain seat in the double decker will change
    વધુ આરામદાયક બનાવાશે

    લાંબી મુસાફરી દરમિયાન ઘણી તકલીફો પડતી હોય છે. જેને ધ્યાને લઇને અમે બેઠક વ્યવસ્થામાં કોઇ ફેરફાર કર્યા વગર જ તેના ઇન્ટિરિયરમાં બદલાવ કર્યો છે. ખાસ કરીને આરામનું અમે ધ્યાન રાખ્યું છે. તમામ ઇન્ટિરિયરમાં મુસાફરોને ઘરનો અનુભવ થશે તેવો માહોલ ઉભો કર્યો છે. આ ડિઝાઇન 6 મહિના જેટલા સમયમાં તમામ ડબલ ડેકર ટ્રેનમાં ઇમ્પ્લિમેન્ટ કરાશે.- મોહમ્મદ નઇમ શેખ, હેડ, રેલવે ડિઝાઇન સેન્ટર, એનઆઇડી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ