ગુમ થયાનું તોગડિયાનું નર્યું નાટક, આ રહ્યા CCTV પુરાવાઃ ક્રાઇમ બ્રાંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગઇ કાલે પ્રવિણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદના પાલડી કાર્યાલયેથી ગુમ થયાની અફવા ચાલી હતી. ત્યારબાદ હાઇવોલ્ટેજ ડ્રામા પછી રાત્રે ચંદ્રમણી હોસ્પિટલેથી નાદુરસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ગુમ થયાની અરજી ક્રાઇમ બ્રાંચને VHPના સિનિયર કાર્યકર્તા અને વકિલ દ્રારા કરવામાં આવી હતી. આ બાબતે સઘન તપાસ થતા સાચી ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું છે કે તેઓ તેમના જુના કાર્યકર્તા ઘનશ્યામ સાથે સીસીટીવના ફુટેજમાં દેખાય છે.

 

આ હાઇવોલ્ટેડજ ડ્રામાં પાછળ તોગડિયાએ પોતેજ નાટક કર્યાનું બહાર આવ્યું છે. તોગડિયા તેના કાર્યકર ઘનશ્યામ સાથે તેના ઘરે 23 સંગીન બંગ્લોઝ, થલતેજ  ગયા છે.જે બાબાતેના પુરાવા સંગીન બંગ્લોઝના CCTV કેમેરાના ફુટેજમાંથી મળ્યું છે. આ ઉપરાંત તેઓ 108માં પણ નોર્મલ હતા. જે સંદર્ભે 108ના ઓફિસીય રિપોર્ટમાં પણ તેઓ નોર્મલ હતા તેવું જણાવેલ છે. ક્રાઇમ બાંચને હાથે લાગેલા પુરાવા પરથી એવું સાબિત થાય છે કે તેઓ નર્યું નાટક કર્યું છે .