વિવાદ / અમદાવાદમાં આજથી રેસ્ટોરન્ટ્સે સ્વિગિના ઓર્ડર લેવા બંધ કર્યાં, ઝોમેટો સાથે વાતચીત ચાલુ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • શરૂઆતમાં ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની 5 ટકા કમિશન લેતી હતી જે વધી 20 ટકા થયું
  • અમદાવાદમાં ઝોમેટો 50-60, સ્વિગિ પાસે 30 અને ઉબેર ઈટ્સ પાસે 10 ટકા માર્કેટ શેર

divyabhaskar.com

Jan 11, 2019, 11:40 AM IST

અમદાવાદઃ આજથી કમિશન સહિત વિવિધ પ્રશ્નોને લઈ શહેરના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સ્વિગિ પાસેથી ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. જ્યારે ઉબેર ઈટ્સ અને ઝોમેટો સહિતની બીજી ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સાથે હાલ વાતચીત ચાલી રહી છે.

 

(14મીથી અમદાવાદની 500 જેટલા રેસ્ટોરન્ટ ઝોમેટો, સ્વિગિના ઓનલાઈન ઓર્ડર બંધ કરશે)

20થી 25 ટકા કમિશન અને ટ્રાન્સપરન્સી ઓફ પેમેન્ટ્સને લઈ વિવાદ

1. સ્વિગિ કોઈ હોટેલ સામે લીગલ કાર્યવાહી કરે તો એસો. સાથ આપશે
ગુરુવારની સાંજે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળેલી બેઠકમાં 5૦૦થી વધુ રેસ્ટોરન્ટ્સ, હોટેલ માલિકો-સંચાલકોએ ઓનલાઇન ફૂડ કંપનીની દાદાગીરી સામે નહીં ઝુકવાનો નિર્ધાર કર્યો હતો. ઝોમેટો અને સ્વિગિના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં સ્વિગિએ પોતાની શરતે જ કમિશન લેવાની વાત સ્પષ્ટ કરી છે. જ્યારે ઝોમેટોએ સમય માગ્યો છે. તેથી આ બેઠકમાં જ સ્વિગિના ઓર્ડર નહીં લેવાનો એકમતે નિર્ધાર થયો હતો. જો કોઇએ વર્ષના કરાર કર્યા હોય અને સ્વિગિ લીગલ પ્રક્રિયા કરે તો પણ એસોસિયેશન જે-તે હોટેલ, રેસ્ટોરન્ટ્સ માલિકના પડખે રહેશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. 
 
2. કંપનીઓ ડેટા એકત્રિત કરી વેચતી હોવાની ચર્ચા
આ બેઠકમાં ચર્ચા થઇ હતી કે એક સમયના હોટેલ કે રેસ્ટોરન્ટના ગ્રાહકો હવે ઓનલાઇન ફૂડ કંપનીના બની ગયા છે. તેથી ગ્રાહકોને પાછા હોટેલ કે રેસ્ટોરન્ટ સુધી લાવવા પણ મહેનત કરવી પડશે. આ કંપનીઓ દ્વારા મોટા પાયે ડેટા એકત્રિત કરાઈ રહ્યા છે અને તે પણ તેઓ વેચી રહ્યા હોવાની ચર્ચા થઇ હતી.
 
3. 20% કમિશન-40% ફૂડ કોસ્ટ અને બીજા ખર્ચ બાદ કરતા ધંધો જ રહ્યો નહીં
હાલ 40 ટકા ફૂડ કોસ્ટ આવે છે અને તેના પર ભાડું, માણસોને પગાર, ગેસ ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ કાઢતા હવે 5થી 10 ટકાનો ગાળો રહી ગયો છે. 40 ટકા ફૂડ કોસ્ટ પર 20 ટકા કમિશન અને તેમાં બીજા ખર્ચ ઉમેરો તો ધંધો જ રહ્યો નહીં.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી