તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATMમાં ચેડા કરી પૈસા ન મળ્યા હોવાની કહી છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: ચાંદેખડાના ન્યૂ સીજી રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં યુવકે ચેડા કરી પૈસા લઈ છેતરપિંડી કરી છે.  એટીએમમાંથી પૈસા લીધા બાદ અન્ય બેંકમાં જઈ પૈસા ન મળ્યા હોવાનું કહી કુલ રૂ. 1.54 લાખ લઈ લીધા હતા. ચાંદખેડા પોલીસે આરોપી સુરતના હરેશ પટેલની ધરપકડ કરી છે.
સુરતના હરેશ પટેલે ક્લેમ કર્યો: જાન્યુઆરી મહિનામાં એટીએમમાં કેશ અને થયેલા વ્યવહારોનો હિસાબ ન મળતા એટીએમની સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. જોકે એટીએમની સિસ્ટમ બરાબર હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ એક જ ગ્રાહકનો એટીએમમાંથી પૈસા ન મળ્યા હોવાનો ક્લેમ આવતો હતો. જેના પગલે તપાસ કરાતા સુરતની હરિપુરા શાખામાં ખાતું ધરાવતા હરેશ પટેલ નામના વ્યક્તિનો ક્લેમ થતો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપીની પુછપરછ ચાલુ: સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આજ શખ્સે 11 વખત કાર્ડ દ્વારા પૈસા કાઢ્યા હતા અને એટીએમની અંદર ચેડા કર્યા હતા. એટીએમમાં હાર્ડવેયર એરર હોવાનું કહી પૈસા ન મળ્યા હોવાનું ક્લેમ કરતો હતો. અલગ-અલગ તારીખે કુલ રૂ.1.54 લાખ કાઢી લેતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો