સુનાવણી / SCમાં નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવા સામેની જાકીયા ઝાફરીની અરજીની સુનાવણી જુલાઈ સુધી ટળી

ઝાકીયા જાફરીની ફાઈલ તસવીર
ઝાકીયા જાફરીની ફાઈલ તસવીર

divyabhaskar.com

Feb 11, 2019, 01:53 PM IST

અમદાવાદઃ પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકીયા ઝાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિનચીટ આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આજે આ અરજીની સુનાવણી જુલાઈ 2019 સુધી ટાળી દીધી છે. 2002માં ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડમાં 69 જેટલા લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. જેમાં ઝાકીયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે.

ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ તમામ કેસોની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી. જેની સામે ઝાકીયા જાફરીએ સુપ્રીમમાં અરજી કરી હતી.

X
ઝાકીયા જાફરીની ફાઈલ તસવીરઝાકીયા જાફરીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી