Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Stop the AMTS monthly pass service, execution of Janamitra card

AMTSની માસિક પાસ સેવા બંધ, જનમિત્ર કાર્ડનો અમલ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:47 AM

આ માટે એએમટીએસ દ્વારા કન્ડકટરોને ટિકિટ આપવા માટે હેન્ડલીંગ મશીન આપવામાં આવ્યા છે.

  • Stop the AMTS monthly pass service, execution of Janamitra card

    અમદાવાદ: એએમટીએસે 1લી એપ્રિલથી માસિક પાસ સર્વિસ બંધ કરી છે. જેના કારણે વાર્ષિક 60 હજાર માસિક પાસ હોલ્ડોરો રઝળી પડ્યા છે.આઇટીએમએસ હેઠળ એએમટીએસ દ્વારા પાસ બંધ કરીને તેની જગ્યાએ જનમિત્ર કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં એક માસના પાસને બંધ કરીને જનમિત્ર કાર્ડમાં ઓછામાં ઓછા ત્રિમાસિક પાસ શરૂ કરવામાં આ‌વ્યા છે.


    આ માટે એએમટીએસ દ્વારા કન્ડકટરોને ટિકિટ આપવા માટે હેન્ડલીંગ મશીન આપવામાં આવ્યા છે. જેના દ્વારા જનમિત્ર કાર્ડથી પણ ટિકિટ લઇ શકાશે. એએમટીએસના 2.13 લાખ પાસ હોલ્ડર છે જેમાંથી 1.10 વિદ્યાર્થીઓ પાસ હોલ્ડર છે.

    ત્રિમાસિક પાસ મળશે


    વિદ્યાર્થી, મંદબુદ્ધિના બાળકો, શારીરિક વિકલાંગ, સિનિયર સિટિઝન, મ્યુ. કાઉન્સિલર વગેરેએ રૂ. 5ની કિંમતનું ફોર્મ તથા આઇસીઆઇસીઆઇ બેંકનું જનમિત્ર કાર્ડનું ફોર્મ મેળવીને બે પાસપોર્ટ ફોટોગ્રાફ તથા આધાર કાર્ડ સાથે સંસ્થાના રીટઝ હોટેલ લાલદરવાજા વાડજ તથા સારંગપુર ટર્મિનસ ખાતે સવારે 8.30થી 3 કલાક સુધી જમા કરાવાનું રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ