પરિપત્ર / સ્કૂલ-કોલેજોમાં 15મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેપ્લિકા સ્થાપવા કલેક્ટરો-મ્યુનિ. કમિશનરોને ગૃહ મંત્રાલયનો આદેશ

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 01:59 PM
કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ અધિક મુખ્ય સચિવ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે
કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ અધિક મુખ્ય સચિવ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે
X
કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ અધિક મુખ્ય સચિવ (ગૃહ) તિવારીએ સૂચના આપી છેકાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ અધિક મુખ્ય સચિવ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે

  • શિક્ષણ વિભાગને રેપ્લિકા સ્થાપન માટે ગૃહ વિભાગના એસીએ તિવારીની સૂચના
  • ફ્લોપ એકતાયાત્રા દરમિયાન વિતરણ કરાયેલી પ્રતિમાઓનું હવે સ્થાપન કરાશે
  • સ્કૂલોમાંની ખંડિત પ્રતિમાઓનું તાત્કાલિક સમારકામ કરાવવા ફટાફટ આદેશ

ટીકેન્દ્ર રાવલ. અમદાવાદઃ 15 ડિસેમ્બરે સરદાર પટેલના નિર્વાણદિનના 72 કલાક પહેલાં જ 12મી ડિસેમ્બરે રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) એ એમ તિવારીએ એક પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં તમામ કલેક્ટર તથા મ્યુનિ. કમિશનરને આદેશ કરાયો છે કે આગામી 15 ડિસેમ્બરે રાજ્યની સ્કૂલ-કોલેજોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિનું (રેપ્લિકા) અનાવરણ કરવામાં આવે. આ એ પ્રતિકૃતિઓ છે કે જે સ્ટેટ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલાં નિકળેલી એકતા યાત્રા દરમિયાન રાજ્યની શિક્ષણ સંસ્થાઓને ભેટમાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં શિક્ષણ વિભાગની જે કામગીરી છે તેના માટે રાજ્યના ગૃહ વિભાગના એસીએસે શા માટે પરિપત્ર જારી કર્યો તેની સામે પ્રશ્ન થયો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે એ.એમ.તિવારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

શિક્ષણ સંસ્થાઓની કામગીરી માટે ગૃહ સચિવની તાલાવેલી સામે પ્રશ્નાર્થ

વધુ ખંડિત થયેલી પ્રતિમાઓને રિપેર કરાવી સ્થાપના કરવાની રહેશે
1.
  • જે પ્રતિમા વધુ ખંડિત થઈ છે તેને બરાબર સમારકામ કરાવીને જ સ્થાપિત કરવી.
  • સામાન્ય નુકસાન થયું હોય તેવી પ્રતિમાને તાત્કાલિક રિપેર કરાવીને 15 ડિસેમ્બરે જ સ્થાપિત કરવી.

  • દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનર આ પ્રતિમાઓને સ્થાપિત કરવા માટેના નોડલ ઓફિસર રહેશે.

  • નોડલ ઓફિસર જ નક્કી કરશે કે કઈ રેપ્લિકાને સ્થાપી શકાશે અને કોને રિપેર કરવી જરૂરી છે.

  • રેપ્લિકાને સ્થાપિત કરવા મોટું પ્લેટફોર્મ બનાવવાની જરૂર નથી, પરંતુ સ્કૂલ-કોલેજના હોલમાં પણ ગોઠવી શકાશે.

  • રેપ્લિકાની ફરતે ભપકાદાર ફેન્સિંગ અથવા ચેઈન અથવા દોરડું ગોઠવી તેને રક્ષણ પૂરું પાડવું.

સ્થાનિક ધારાસભ્ય-સાંસદને મુખ્ય અતિથિ તરીકે બોલાવી હાર-તોરા કરવાના
2.કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું તેની પણ એસીએસ (ગૃહ) તિવારીએ સૂચના આપી છે. શિક્ષણ અગ્રસચિવ અંજુ શર્મા અને શિક્ષણમંત્રીના અગ્રસચિવને આ પરિપત્રની નકલ રવાના કરાઈ છે. તેમાં આ કાર્યક્રમમાં કેવો તામ-જામ કરવો તેની પણ તાકીદ કરાઈ છે. આ પરિપત્ર મુજબ સ્કૂલ-કોલેજમાં સરદારની પ્રતિમાના અનાવરણ માટે સૌથી પહેલાં તો નાનકડો કાર્યક્રમ રાખવાનો, જેમાં સ્થાનિક ધારાસભ્ય અથવા સાંસદને બોલાવવાના અને હાર-તોરા કરવાના રહેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App