સરખેજની સગીરાનું અપહરણ કરી હિંમતનગર લઇ જઇ નરાધમે દુષ્કર્મ ગુજાર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સરખેજ રેલવે સ્ટેશનની બહારથી યુવાન 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને હિંમતનગર લઇ ગયો હતો. જ્યાં તેણે મિત્રના ઘરના ધાબા ઉપર આ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સગીરા યુવાનને 6 મહિનાથી ઓળખતી હતી અને તેઓ ફોન પર વાત પણ કરતા હતા. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી.


સગીરાના પિતાની ફરિયાદ પર સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી


અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં રહેતા મગનભાઇ ઠાકોર (42)ની દીકરી પાયલ (15)  (પિતા-પુત્રીનાં નામ બદલેલ છે) 13 જુલાઈએ પાયલ સિવણ ક્લાસમાં ગઇ હતી, પરંતુ પાછી આવી ન હતી. 14 જુલાઇએ બપોરે 2 વાગ્યે પાયલે તેના પિતાને ફોન કરીને પોતે સરખેજ રેલવે સ્ટેશન પાસે ઊભી હોવાનું કહ્યું હતું. જેથી તેના માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા અને પાયલને ઘરે લઇ આવ્યા હતા. જ્યાં પાયલને પેટમાં અસહ્ય દુખાવો થતો હોવાથી તે બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, તેને છેલ્લા 6 મહિનાથી અજય એસ.ટી. (હિંમતનગર) નામના છોકરા સાથે મિત્રતા થઇ હતી અને તે બંને ફોન ઉપર વાત કરતા હતા. ત્યારે અજયે પાયલ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. 13 જુલાઇએ પાયલ સરખેજ રેલવે સ્ટેશન પાસે ઊભી હતી ત્યારે અજય ત્યાં આવ્યો હતો અને રિક્ષામાં બેસાડીને એસટી સ્ટેન્ડ લઇ ગયો હતો.

 

ત્યાંથી બસમાં બેસાડીને હિંમતનગર લઇ ગયો હતો અને ત્યાં એસટી સ્ટેન્ડ નજીક આવેલા તેના મિત્ર વિનોદના ઘરે લઇ ગયો હતો. જ્યાં ધાબા ઉપર ત્રણેય જણાં સૂઈ ગયા હતા. ત્યારે મોડી રાતે અજયે પાયલની પથારીમાં આવી તેનું મોઢું દબાવીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...