અમદાવાદ: મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: શહેરમાં રથયાત્રાને લઇને જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિથી અને સારી રીતે પૂર્ણ થાય તે માટે જમાલપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને કોમી એકતાના પ્રતીક રૂપે ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે.


અમદાવાદાની 141મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી એકતા વધુ મજબુત બને તેમજ શાંતી અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.


આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ સમાજના લોકો સાથે રથયાત્રા સમયે સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. ભગવાન જગન્નાજીની રથયાત્રા દરમ્યાન કોમી એકતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાદીનો રથ આપીને કોમી એક્તાનો મેસેજ આપ્યો હતો.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇ્સ પર ક્લિક કરો....