Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Shame community make communal video bavla police arrested one in it act

બાવળા: એક જ કોમના બે વ્યક્તિના અંગત ઝગડાને જુદું રૂપ આપતાં વીડિયો વાયરલ કરનારની ધરપકડ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:48 PM

ભીખાભાઈ વાઘેલા-બાવળા અને જયંતિ રાઠોડ રહેવાસી ગામ આદરોડા તાલુકો બાવળાએ અંગત કારણોસર મારામારી કરી હતી

  • Shame community make communal video bavla police arrested one in it act

    બાવળા/ અમદાવાદ: સોશિયલ મીડિયામાં બાપુ કહીમે માર મારવામાં આવ્યો હોય તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો અંગત ઝગડામાં મારામારીને વર્ગવિગ્રહ કરવાના આશયથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું માનીને પોલીસે આઈટી એક્ટ મુજબ એક જ કોમના બે વ્યક્તિ ઝગડાના વીડિયો વાયરલ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


    એક કોમ્યુનિટિના બે વ્યક્તિ અંગત ઝગડો કર્યો હતો

    8મી ઓગસ્ટે બાવળા-બગોદરા હાઈવે સ્થિત એપીએમસી માર્કેટની બાજુમાં ભીખાભાઈ વાઘેલા-બાવળા અને જયંતિ રાઠોડ રહેવાસી ગામ આદરોડા તાલુકો બાવળાએ અંગત કારણોસર મારામારી કરી હતી. બાપુ બોલ તમે કહેવડાવીને ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં તેને ઝેન્ડર એપથી કનુ ચોસલા-બાવળાએ વોટ્સએપમાં વાયરલ કર્યો હતો.


    વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારની સામે કાર્યવાહી


    વોટ્સએપમાં વીડિયો વાયરલ કરનાર કનુ ચાસલાને બાવળા પોલીસે આઈટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી હતી. પોલીસે વર્ગવિગ્રહ કરવાની કુચેષ્ઠા કરનારને અટકમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending